શક્તિમાનનું કમબેક : મુકેશ ખન્ના શક્તિમાન પર 3 ફિલ્મોની સિરીઝ લાવશે, જાહેરાત કરીને કહ્યું; ‘જે પણ બનશે તે ક્રિશ,રા.વનથી પણ ચડિયાતું હશે’

0
9

ટીવી સિરીઝ શક્તિમાન પણ હવે ફિલ્મ બનવાની છે. મુકેશ ખન્નાએ શક્તિમાનની સ્ટોરી પર 3 ભાગમાં ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. મુકેશે ઇન્સ્ટાગ્રામ પર કહ્યું કે, મારા માટે આ સપનું સાચું થઇ રહ્યું હોય તેવું છે. શક્તિમાન પહેલેથી ઇન્ડિયન સુપરહીરો હતો અને હંમેશાં રહેશે.

વધુમાં મુકેશે કહ્યું કે, હું પોતે શક્તિમાનને સુપર ટીચર કહું છું. હું ખુશ છું કે અમે એક જોરદાર ધમાકા સાથે કમબેક કરી રહ્યા છીએ. આ એક સદાબહાર સ્ટોરી છે. દરેક દશકામાં, દરેક સદીમાં અંધારું અજવાળાને દબાવવાનો પ્રયત્નો કરે છે, પણ અંતે જીત તો સત્યની જ થાય છે.

આવતા વર્ષથી શૂટિંગ શરુ થશે

આ ટ્રાયોલોજીની પ્રથમ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જૂન મહિના પછી શરુ થશે. આ ફિલ્મમાં પહેલાની જેમ જ શક્તિમાનના એડવેન્ચરને દેખાડવામાં આવશે. તેનું ટાઈટલ પણ એ જ રહેશે.

શક્તિમાન શો વર્ષ 1997થી લઈને 2005 સુધી દૂરદર્શન પર ટેલીકાસ્ટ થયો હતો. તેનું રિ-ટેલીકાસ્ટ લોકડાઉન દરમિયાન થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here