સૌથી લાંબા સમય સુધી મિસ ઈંગ્લેન્ડ રહેવાનો ખિતાબ ભારતવંશી ભાષા મુખર્જીના નામે, કહ્યું – ડૉક્ટરના વ્યવસાયમાં પાછા ફર્યા બાદ શાંતિ મળી

0
4

ગત વર્ષે મિસ ઈંગ્લેન્ડ ચૂંટાયેલી ભારતીય મૂળની 24 વર્ષીય ડૉ. મુખર્જી એક નવો રેકોર્ડ સર્જવા જઇ રહી છે. દર વર્ષે યોજાનાર મિસ ઈંગ્લેન્ડ સ્પર્ધાના 92 વર્ષના ઈતિહાસમાં એવું પ્રથમ વખત થઈ રહ્યું છે કે તે લાંબા સમય સુધી(20 મહિના) આ તાજની શોભા વધારશે. કોરોનાને લીધે આગામી સ્પર્ધા એપ્રિલ 2021માં થશે.

ભાષાનું કહેવું છે કે મોડલિંગ છોડી કોરોનાકાળમાં જરૂરિયાતના સમયે ડૉક્ટરના વ્યવસાયમાં પાછા ફરી મને ભરપૂર શાંતિ મળી છે. પોતાના દેશના લોકોને સંપૂર્ણ રીતે કેવી રીતે તંદુરસ્ત રાખી શકું એ ભાવના મને સતત 12 કલાક ડ્યુટી કરવા પ્રેરિત કરે છે. માનવતાના કાર્યો માટે જ મને મિસ ઈંગ્લેન્ડનો તાજ મળ્યો છે. જ્યારે દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે ત્યારે હું ખુદને કઈ રીતે અલગ રાખી શકું છું. મારા માટે તેનાથી સારો સમય ન હોઈ શકે કે જરૂરિયાતના સમયે દેશની મદદ કરું. મને વિશ્વાસ છે કે હું આ કામને સારી રીતે ન્યાય આપી રહી છું. ખાસ કરીને આજની સ્થિતિમાં જ્યારે કોરોના પીક પર આવી ગયો છે અને ગરમી ખતમ થવાની છે.

ભારતવંશી ભાષા બ્રિટિશ નાગરિક છે અને તેમનું બાળપણ કોલકાતામાં વીત્યું છે. જ્યારે તે 9 વર્ષની હતી ત્યારે તેમનો પરિવાર બ્રિટનમાં વસી ગયો હતો. તે ઓગસ્ટ 2019માં મિસ ઈંગ્લેન્ડ તરીકે પસંદગી પામી હતી. તેના બાદથી જ તે દુનિયાની અલગ અલગ જગ્યાઓ પર સામાજિક પરોપકારના કામમાં ભાગ લઈ રહી હતી. આફ્રિકા અને તૂર્કીની યાત્રા બાદ તે માર્ચમાં ભારત પહોંચી અને કોલકાતાના ગરીબ અને ઝુંપડપટ્ટીના બાળકો માટે હોપ ફાઉન્ડેશનના માધ્યમથી 20 લાખ રૂપિયા ડોનેશન પણ એકઠું કર્યુ હતું.

ડૉક્ટરનો વ્યવસાય એટલા માટે પસંદ કર્યો કેમ કે દેશને જરૂર હતી
બોસ્ટનની પિલગ્રિમ હોસ્પિટલમાં શ્વાસ રોગ નિષ્ણાંત ભાષા કહે છે કે માર્ચમાં ભારતમાં હતી ત્યારે ચેપ વધ્યો. મેં ત્યારે જ નક્કી કરી લીધું કે હવે દેશને મારી ડૉક્ટર તરીકે જરૂર છે. મેં પીછેહઠ ન કરી. આ મારા માટે પડકાર હતો. હવે હું આગળ પણ તેને જારી રાખીશ. હાલ કોરોના દર્દીઓ વચ્ચે કામ કરી રહી છું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here