વડોદરા : મલ્ટીપ્લેક્ષમાં જૂની ફિલ્મો જ લાગશે, માત્ર ઇમ્યુનિટી વધારતા ફૂડનું જ વેચાણ થશે, કેટલાક થિયેટર નવી ફિલ્મ રિલીઝ થયા પછી જ ખુલશે

0
33

વૈશ્વિક કોરોનાની મહામારીના કારણે બંધ કરવામાં આવેલા સિનેમા ગૃહોને અનલોક-5માં કોવિડ-19ની ગાઇડ લાઇનના ચુસ્ત અમલ સાથે 15 ઓક્ટોબરથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે, ત્યારે પેન ઇન્ડિયા ગૃપ દ્વારા વડોદરા સહિત દેશમાં આવેલા તેઓના આઇનોક્સ મલ્ટીપ્લેક્ષ શરૂ કરવા માટેની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. પેન ઇન્ડિયા કંપનીના ગુજરાત હેડ વિકાસ વિક્રમે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સિનેમાગૃહો શરૂ કરવા માટે આપેલી મંજૂરીને અમે આવકારીએ છે. અમારી કંપની દ્વારા સિનેમા ગૃહના તમામ ટચ પોઇન્ટનું સમયાંતરે સેનેટાઇઝ કરવામાં આવશે. અમે પ્રેક્ષકોને કોરોના ભયમુક્ત મનોરંજન પૂરું પાડવાનું આયોજન કર્યું છે. પ્રતાપ થિયેયરના માલિક સુભાષભાઇએ જણાવ્યું હતું કે, નવી ફિલ્મ આવશે ત્યારે જ રિલીઝ કરીશું, ત્યાં થિયેટર બંધ રાખવામાં આવશે.

સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શકોએ લાઇનમાં ઉભુ રહેવુ પડશે
(સોશિયલ ડિસ્ટન્સ સાથે દર્શકોએ લાઇનમાં ઉભુ રહેવુ પડશે)

 

કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ સિનેમાગૃહો શરૂ કરવા સંચાલકોએ તૈયારીઓ શરૂ કરી

કોરોના મહામારી ઉપર અંકુશ મેળવવા માટે સરકાર દ્વારા સિનેમા ગૃહો બંધ કરાવી દેવામાં આવ્યા હતા. 7 માસ બાદ 15 ઓક્ટોબરથી સિનેમાગૃહો શરૂ થઇ રહ્યા છે, ત્યારે સિનેમા ગૃહોના સંચાલકો દ્વારા પ્રેક્ષકો ભયમુક્ત મનોરંજન માણી શકે તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ પ્રેક્ષકો પણ સિનેમા ગૃહો શરૂ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. વડોદરા શહેરમાં મલ્ટીપ્લેક્ષોની સાથે સિનેમાગૃહો પણ કોવિડ-19ની ગાઇડલાઇન મુજબ શરૂ કરવા માટે સિનેમાગૃહોના સંચાલકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

સિનેમા શરૂ થતાં પૂર્વે અને સિનેમા પૂરું થયા પછી થિયેટરને સેનેટાઇઝ કરવામાં આવશે
(સિનેમા શરૂ થતાં પૂર્વે અને સિનેમા પૂરું થયા પછી થિયેટરને સેનેટાઇઝ કરવામાં આવશે)

 

મલ્ટીપ્લેક્ષમાં એક સીટ છોડીને બીજી સીટ પર પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે

પેન ઇન્ડિયા કંપનીના ગુજરાત હેડ વિકાસ વિક્રમે જણાવ્યું હતું કે, 15 ઓક્ટોબરથી વડોદરા સહિત દેશના તમામ મલ્ટીપ્લેક્ષ અમે શરૂ કરી રહ્યા છે. સરકારની ગાઇડલાઇન મુજબ થિયેટરમાં ક્ષમતા કરતા 50 ટકા પ્રેક્ષકોને જ પ્રવેશ આપવામાં આવશે. અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તે માટે એક સીટ છોડીને બીજી સીટ ઉપર પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સિનેમા શરૂ થતાં પૂર્વે અને સિનેમા પૂરું થયા પછી થિયેટરને સેનેટાઇઝ કરવામાં આવશે. આ ઉપરાંત થિયેટરના પ્રવેશથી લઇને સમગ્ર થિયેટરમાં જ્યાં જેટલા ટચ પોઇન્ટ છે, તે પણ સેનેટાઇઝ કરવામાં આવશે. સિનેમાગૃહમાં આવનાર તમામ પ્રેક્ષકો ભયમુક્ત મનોરંજન માણી શકે તે માટેનું અમારી કંપનીના તમામ મલ્ટીપ્લેક્ષમાં આયોજન કરવામાં આવ્યું છે. ફૂડ સ્ટોલમાં પણ લિમિટેડ ફૂડ રાખવામાં આવ્યા છે. અને તમામ ફૂડ ઇમ્યુનિટી વધારનાર રહેશે.

એક સીટ છોડીને બીજી સીટ પર પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરાઇ
(એક સીટ છોડીને બીજી સીટ પર પ્રેક્ષકોને બેસવાની વ્યવસ્થા કરાઇ)

 

ટિકીટના દરમાં કોઇ વધારો નહીં કરીએ

વધુમાં જણાવ્યું હતું કે, 7 માસ સુધી સિનેમાગૃહો બંધ રહેતા ઇન્ડસ્ટ્રીઝને માસિક રૂપિયા 1500 કરોડનું નુકશાન થયું છે. જોકે, કોરોનાની મહામારી સામે આ નુકસાન કંઇ નથી. આ નુકસાનીનો બોજ અમે પ્રેક્ષકો ઉપર પણ નાંખ્યો નથી. અગાઉ જે ટિકીટના દર હતા તેટલા જ દર રાખ્યા છે. જોકે, 15 ઓક્ટોબરથી શરૂ થનાર મલ્ટીપ્લેક્ષમાં જૂની ફિલ્મો બતાવવામાં આવશે. સરકારની ગાઇડલાઇન મુજબ દરેક ફિલ્મ વચ્ચે અડધો કલાકનો સમય રાખવામાં આવશે. જે અડધો કલાકના સમયમાં સિનેમાગૃહની અંદર સેનેટાઇઝ કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here