કોરના ઈન્ડિયા : 61.43 લાખ કેસ : મુંબઈ ચોથો જિલ્લો, જ્યાં દર્દી 2 લાખને વટાવી ગયા, ભોપાલમાં દર 100માંથી 18 લોકો એવા છે, જેમને સંક્રમિત થયા હોવાનો ખ્યાલ નથી.

0
5

દેશમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 61 લાખ 43 હજાર 19 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 69 હજાર 668 દર્દીઓ વધ્યા છે. જ્યારે 85 હજાર 194 લોકો સ્વસ્થ થઈ ગયા છે. આ આંકડા covid19india.orgના જણાવ્યા મુજબના છે.

આ દરમિયાન ભોપાલમાં સીરો સર્વેમાં કોરોનાને લઈને હેરાન કરનારી વાત પ્રકાશમાં આવી છે. અહીં દર 100 લોકોમાંથી 18 વ્યક્તિઓ એવા છે, જે કોરોના સંક્રમિત થયા પછી પણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. તેમને પોતાને સંક્રમિત થયા હોવાની વાતનો ખ્યાલ પણ નથી.

મુંબઈ જિલ્લામાં દર્દીઓની સંખ્યા 2 લાખથી વધુ થઈ ગઈ છે. સોમવારે 2044 દર્દીઓ મળ્યા છે. તેની સાથે મુંબઈ જિલ્લો એવો ચોથો જિલ્લો બની ગયો છે, જ્યાં દર્દીઓની સંખ્યા 2 લાખથી વધુ છે. મૃત્યુ દર સૌથી વધુ 4.4 ટકા છે.

મુંબઈમાં સૌથી વધુ મોત

શહેર કુલ મોત મૃત્યુ દર
મુંબઈ 8,834 4.4%
પુના 5,689 2.0%
દિલ્હી 5,272 1.9%
બેંગલુરુ 2,845 1.3%

 

કોરોના અપડેટ્સ

  • કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે પોતાના આંકડાઓ જાહેર કર્યા છે. તે મુજબ, છેલ્લા 24 કલાકમાં 70 હજાર 589 નવા દર્દીઓ મળ્યા અને 776 લોકોના મોત થયા છે. તેની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 61 લાખ હજાર 45 હજાર 292 થઈ છે. જ્યારે 9 લાખ 47 હજાર 576 એક્ટિવ કેસ અને 51 લાખ એક હજાર 398 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 96 હજાર 318 લોકોએ જીવ ગુમાવ્યો છે.
  • ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે સોમવારે દેશમાં 7 લાખ 31 હજાર 10 સેમ્પલની તપાસ કરવામાં આવી છે. તેની સાથે જ દેશમાં અત્યાર સુધીમાં 11 કરોડ 42 લાખ 811 સેમ્પલની તપાસ કરવામાં આવી ચૂકી છે.

5 રાજ્યોની સ્થિતિ

મધ્યપ્રદેશ

મધ્યપ્રદેશમાં 19 દિવસ પછી કોરોના સંક્રમિતોનો આંકડો બે હજારની નીચે આવી ગયો છે. સોમવારે 1957 કુલ સંક્રમિતો મળ્યા. આ પહેલા 9 સપ્ટેમ્બરે નવા સંક્રમિતોની સંખ્યા 1869 રહી હતી. ભોપાલમાં દર 100 લોકોમાંથી 18 વ્યક્તિ એવા છે, જે કોરોના સંક્રમિત થયા પછી પણ સ્વસ્થ થઈ ચૂક્યા છે. હેરાન કરનારી વાત એ છે કે તેમને તેઓ સ્વયં સંક્રમિત થયા હોવાની વાતનો ખ્યાલ પણ નથી. આ ખુલાસો ભોપાલમાં થોડો દિવસો પહેલા થયેલા સીરો સર્વેના રિપોર્ટમાં થયો છે.

રિપોર્ટના જણાવ્યા મુજબ, ભોપાલના 85 વોર્ડમાં રહેનારા 7976 લોકોના બ્લડ સેમ્પલનો કોવિડ એન્ટી બોડી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી 18 ટકામાં(1451) કોવિડ એન્ટી બોડી તપાસ દરમિયાન મળ્યા છે.

રાજસ્થાન

રાજ્ય સરકાર કોરોનાવાઈરસથી પોતાને અને બીજાને બચાવવા માટે 2 ઓક્ટોબર એટલે કે રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીના જન્મદિવસથી જન આંદોલનની શરૂઆત કરશે. મુખ્યમંત્રી અશોક ગેહલોતે એક બેઠકમાં આ નિર્ણય લીધો. ગેહલોતે કહ્યું કે તમામ માસ્ક પહેરીને જન આંદોલનને સફળ બનાવે અને સંક્રમણથી સુરક્ષિત રહે. સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો, ભીડથી બચો.

બિહાર

રાજ્યમાં કોરોનાના મામલામાં ઘટાડો આવી રહ્યો છે. જોકે ટેસ્ટિંગની સંખ્યા એક લાખથી વધુ છે. સોમવારે 1.2 લાખ લોકોના સેમ્પલની તપાસ કરવામાં આવી. તેની સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 69.7 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. પોઝિટિવ રેટ 2.6 ટકા થયો છે.

મહારાષ્ટ્ર

રાજ્યમાં કોરોનાને લઈને સારા સમાચાર આવ્યા છે. છેલ્લા ચાર દિવસની વાત કરવામાં આવે તો રવિવારને છોડીને બાકીના દિવસે નવા દર્દીઓની સરખામણીમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધુ રહી છે. બીજી તરફ મૃત્યુદર 2.65 ટકાએ પહોંચી ગયો છે. રાજ્યમાં હાલ 19 લાખ 75 હજાર 923 લોકો હોમ ક્વોરેન્ટાઈનમાં છે. જ્યારે 29 હજાર 922 લોકોને ઈન્સ્ટીટયુશનલ ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

બીજી તરફ 24 કલાકમાં 189 પોલીસ કર્મચારીઓ પોઝીટિવ મળ્યા છે. તે પછી સંક્રમિતોની સંખ્યા વધીને 22 હજાર 818 થઈ છે. આ દરમિયાન બીજા ચાર પોલીસ કર્મચારીઓના મોત થવાથી મૃતકોની સંખ્યા વધીને 245 થઈ છે.

ઉતરપ્રદેશ

ઉતરપ્રદેશમાં કોરોનાના દર્દીઓ ઝડપથી વધી રહ્યાં છે. અત્યાર સુધીમાં 3.31 લાખથી વધુ સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે. અપર મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે જણાવ્યું કે રાજ્યમાં હાલ 53 હજાર 953 એક્ટિવ કેસ છે. રિકવરી રેટ 84.75 ટકા સુધી પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here