મુંબઈ : મોલમાં બનેલી હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 9 લોકોના મોત

0
4

મુંબઈની એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે 9 લોકોના મોત થયા છે. ભાંડુપ ખાતે આવેલા ડ્રીમ મોલમાં ભીષણ આગ લાગી ગઈ હતી. આ મોલના ત્રીજા માળે સનરાઈઝ હોસ્પિટલ આવેલી હતી જેમાં 70થી પણ વધારે દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા અને મોટા ભાગના દર્દીઓ કોરોનાથી સંક્રમિત હતા.

દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલી ફાયર વિભાગની ગાડીઓએ દર્દીઓને બીજી હોસ્પિટલ ખસેડ્યા હતા અને અંદર ફસાયેલા 6 લોકોને બહાર કાઢવા કામગીરી શરૂ કરી હતી. મોડી રાતે 11:30 કલાકે આગ લાગી હતી અને ફાયર વિભાગની 20થી વધારે ગાડીઓએ ઘટના સ્થળે પહોંચીને સ્થિતિને કાબૂમાં લેવા પ્રયત્ન શરૂ કરી દીધો હતો.

આગમાં ફસાયેલા 90થી 95 ટકા દર્દીઓને બચાવી લેવામાં આવ્યા છે તેમ છતાં મૃતકઆંક હજુ ઉંચો જઈ શકે છે. મુંબઈના મેયરે પોતે પહેલી વખત મોલની અંદર હોસ્પિટલ જોવા મળી તેને લઈ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને આગ લાગવાનું કારણ જાણવા તપાસના નિર્દેશ આપ્યા હતા. જાણવા મળ્યા મુજબ હોસ્પિટલમાં 76 દર્દીઓ દાખલ હતા જેમાંથી 73 કોરોનાથી સંક્રમિત હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here