મુંબઇ : એન્ટી નાર્કોટિક્સ સેલના અધિકારીઓએ ૧૪ કિલો ચરસ સાથે નેપાળના યુવકને ઝડપી લીધો

0
3

બોરીવલીમાં એન્ટી નાર્કોટિક્સ સેલ (એએનસી)ના અધિકારીઓએ બોરીવલીમાં ૧૪ કિલો ચરસ સાથે નેપાળના યુવકને ઝડપી લીધો હતો. આ ચરસની કિંમત અંદાજે બે કરોડ ૮૦ લાખ રૃપિયા છે. પોલીસે એનડીપીએસ એકી હેઠળ કેસ નોંધી મામલાની વધુ તપાસ હાથ ધરી છે.

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન બોલીવૂડના ડ્રગ કનેકશનની જાણ થઇ હતી. ત્યાર બાદ આ મામલામાં અનેક સેલિબ્રિટીની પૂછપરછ કરવામાં આવી હતી. મુંબઇમાં નશીલાપદાર્થનું વેચાણ કરનારા સામે પોલીસ સતત કાર્યવાહી કરી રહી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (એએનસી) દતા નલાવડેએ જણાવ્યું હતું કે એન્ટી નાર્કોટિક્સ સેલની કાંદિવલી યુનિટને માહિતી મળી હતી કે નેપાળથી આરોપી અહીં નશીલો પદાર્થ વેચવા આવવાનો છે. જેના આધારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર સંજય ગાંધી નેશનલ પાર્ક પાસે પોલીસ આરોપીને પકડવા જાળ બિછાવી હતી છેવટે પોલીસે ગઇકાલે સાંજે નેપાળના પરબેજ અંસારીને પકડીને તેની પાસેથી ૧૪ કિલો ચરસ જપ્ત કર્યું હતું. તે નેપાળના બારામાં રહેતો હતો. નેપાળથી ચરસ મુંબઇ લાવીને વેચતી ગેંગ સાથે તે સંકળાયેલો હતો. પોલીસ તેના સાથીદારની માહિતી મેળવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here