IPL 2020 : મુંબઈ એ ચેન્નાઈને 10 વિકેટે હરાવ્યું : મુંબઈ ટોપ પર

0
8

13મી સીઝનની 41મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે શારજહામાં રમાઈ હતી. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 114 રન બનાવ્યા હતા. 115 રનના વિજય લક્ષ્યાંકને મુંબઈએ 13મી ઓવરમાં મેળવી લીધો હતો. ક્વિન્ટન ડિકૉક અને ઈશાન કિશન નોટ આઉટ રહ્યા હતા. ઈશાન કિશને 37 બોલમાં 68 રન બનાવ્યા હતા. તેમા 5 છગ્ગા અને છ ચોગ્ગાનો સમાવેશ થાય છે. જ્યારે ક્વિન્ટન ડિકૉકે 37 બોલમાં 46 રન બનાવ્યા હતા. તેમા 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે.

પ્લે-ઓફમાં રમવું ચેન્નાઈ માટે મુશ્કેલ

IPLમાં પ્રથમવાર ચેન્નાઈ લીગ રાઉન્ડમાં 8 મેચ હાર્યું છે. આ પહેલા 2010માં અને 2012માં લીગમાં 7-7 મેચ હાર્યું હતું. આ હાર પછી પ્લેઓફ માટે ચેન્નાઈની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. તેને તેની બચેલી મેચને જીતવા ઉપરાંત બીજી ટીમના પરીણામ પર પણ નિર્ભર રહેવું પડશે. બીજી તરફ મુબઈની ટીમે પોતાની 7મી જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચની સ્થાન મેળવી લીધું છે.

ચેન્નાઈ ઈનિંગ

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 114 રન બનાવી શકી હતી. સેમ કરને લડાયક ઈનિંગ રમી 52 રન બનાવ્યા હતા. ચેન્નાઈ તરફથી બોલ્ટે 4, બુમરાહ- રાહુલ ચાહરે બે-બે વિકેટ તેમજ નાથન કુલ્ટર-નાઈલે એક વિકેટ લીધી હતી.

3 રનમાં 4 વિકેટ પડી

પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ત્રણ રનમાં તેની ચાર વિકેટ પડી ગઈ હતી. શૂન્ય રને પ્રથમ વિકેટ પડી હતી. રિતુરાજ ગાયકવાડ શૂન્ય રને આઉટ થયો હતો હતો. બીજી ઓવરમાં બુમરાહે બે બોલમાં બે વિકેટ લીધી હતી. અંબાતી રાયડૂ બે રને અને એન જગદીશન શૂન્ય રને આઉટ થયા હતા. ત્રીજી ઓવરમાં ચેન્નાઈની ચોથી વિકેટ પડી હતી. ફાફ ડુ પ્લેસિસ એક રન બનાવી બોલ્ટની ઓવરમાં કેચ આઉટ થયો હતો.

ધોની-જાડેજા પણ ન ચાલ્યા

છઠ્ઠી ઓવરમાં ચેન્નાઈની પાંચમી વિકેટ પડી હતી. રવિન્દ્ર જાડેજા 7 રન બનાવી આઉટ થયો હતો. બોલ્ટની ઓવરમાં તે કેચ આઉટ થયો હતો. સાતમી ઓવરમાં છઠ્ઠી વિકેટ પડી હતી. ધોની 16 બોલમાં 16 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ ચાહરે ધોનીની વિકેટ લીધી હતી.

ત્રણ બેટ્સમેન શૂન્ય રને આઉટ

43 રન પર ચેન્નાઈની 7મી વિકેટ પડી હતી. દીપક ચાહર શૂન્ય રને આઉટ થયો હતો. ચેન્નાઈનો એ ત્રીજો બેટ્સમેન હતો જે શૂન્ય રને આઉટ થયો હોય. તેની પહેલા રિતુરાજ ગાયકવાડ અને એન જગદીશન શૂન્ય રને આઉટ થયા હતા.

સેમ કરનના લડાયક 52 રન

15મી ઓવરમાં ચેન્નાઈની 8મી વિકેટ પડી હતી. શાર્દૂલ ઠાકુર 20 બોલમાં 11 રન બનાવી નાથન કુલ્ટર-નાઈલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. સેમ કરન 52 રનની લડાયક ઈનિંગ રમી 20મી ઓવરના અંતિમ બોલે બોલ્ડ થયો હતો. સેમ કરન અને તાહિર વચ્ચે 43 રનની ભાગીદારી થઈ હતી. તાહિર 13 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો.

સૌથી વધુ 4 વિકેટ ગુમાવનાર ચેન્નાઈ બીજા નંબરે

ચેન્નાઈએ 3 રનમાં જ 4 વિકેટ ગુમાવી દીધી હતી. સૌથી ઓછા સ્કોર પર ચાર વિકેટ ગુમાવનારી ટીમમાં ચેન્નાઈ બીજા નંબરે આવી ગઈ છે. IPLમાં સૌથી ઓછા સ્કોર પર 4 વિકેટ ગુમાવવાનો રેકોર્ડ કોચ્ચિ ટસ્કર્સના નામે છે. કોચ્ચિએ 2011માં ડેક્કન ચાર્જર્સ વિરૂદ્ધ 2 રનના સ્કોરે ચાર વિકેટ ગુમાવી હતી.

રોહિત ન રમ્યો, પોલાર્ડે સુકાનીપદ સંભાળ્યુ

કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચ દરમિયાન ઈજાના કારણે રોહિત શર્મા આજની મેચમાં રમ્યો ન હતો. તેની જગ્યાએ પોલાર્ડે સુકાનીપદ સંભાળ્યું હતું.

 

ચેન્નાઈઃ સેમ કરન, ફાફ ડુ પ્લેસિસ, અંબાતી રાયડૂ, એન જગદીશન, એમએસ ધોની (કેપ્ટન, વિકેટકીપર), રિતુરાજ ગાયકવાડ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર, શાર્દૂલ ઠાકુર, જોશ હેઝલવુડ અને ઈમરાન તાહિર

મુંબઈઃ ક્વિન્ટન ડિકૉક (વિકેટકીપર), સૌરભ તિવારી, સુર્યકુમાર યાદવ, ઈશાન કિશન, હાર્દિક પંડયા, કીરોન પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડયા, નાથન કુલ્ટર-નાઈલ, રાહુલ ચાહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here