મુંબઈએ કોલકાતાને 49 રને હરાવ્યું : UAEમાં મુંબઈ ઇન્ડિયન્સની પહેલી જીત, રોહિત જીતનો હીરો.

0
9

IPLની 13મી સીઝનની પાંચમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI)એ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ને 49 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં મુંબઈએ 196 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં કોલકાતા 9 વિકેટે 146 રન જ કરી શક્યું. 80 રન બનાવનાર મુંબઈનો કપ્તાન રોહિત મેચનો હીરો રહ્યો. રોહિતે IPLમાં 37મી ફિફટી મારી અને 200 સિક્સ મારનારો ચોથો ખેલાડી બન્યો. મુંબઈ માટે જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ પેટ્ટીન્સને 2-2 વિકેટ લીધી.

મુંબઈના બોલર્સનો દબદબો

લક્ષ્યનો પીછો કરવા ઊતરેલી કોલકાતાની ટીમને મુંબઈના ફાસ્ટ બોલર્સે શરૂઆતથી જ વધુ તક આપી નહોતી. તેઓ પાવરપ્લેમાં માત્ર 33 રન જ કરી શક્યા. આ દરમિયાન તેમણે 2 વિકેટ ગુમાવી. શુભમન ગિલ 7 રને બોલ્ટની બોલિંગમાં મિડ-વિકેટ પર પોલાર્ડના હાથે કેચ આઉટ થયો હતો. ​​​​​​બોલ્ટે ઇનિંગ્સની પ્રથમ ઓવર નાખી હતી. એ પછી સુનીલ નારાયણ 9 રને જેમ્સ પેટ્ટીન્સનની બોલિંગમાં કીપર ડી કોકના હાથે કેચ આઉટ થયો હતો.

ત્યાર બાદ દિનેશ કાર્તિક અને નીતીશ રાણાએ ઇનિંગ્સ સંભાળી. કાર્તિક 30 રને રાહુલ ચહરની બોલિંગમાં LBW થયો, જ્યારે રાણા 24 રને પોલાર્ડની બોલિંગમાં હાર્દિક પંડ્યાના હાથે કેચ આઉટ થયો હતો. આન્દ્રે રસેલ (11) અને ઓઇન મોર્ગન (16) પણ કમાલ દાખવી શક્યા નહોતા. છેલ્લે, પેટ કમિન્સે બુમરાહની એક જ ઓવરમાં 4 સિક્સ મારી, પરંતુ ત્યાં સુધીમાં મેચનું રિઝલ્ટ નક્કી થઇ ગયું હતું. કમિન્સ 12 બોલમાં 33 રન કરીને પેટ્ટીન્સનની બોલિંગમાં આઉટ થયો હતો.

કોલકાતા 2013ની સીઝન પછી પહેલીવાર સીઝનની પહેલી મેચ હાર્યું:

  • 2013: દિલ્હી ડેરડેવિલ્સને 6 વિકેટે હરાવ્યું
  • 2014: મુંબઈ ઇન્ડિયન્સને 41 રને હરાવ્યું
  • 2015: મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવ્યું
  • 2016: દિલ્હી ડેરડેવિલ્સને 9 વિકેટે હરાવ્યું
  • 2017: ગુજરાત લાયન્સને 10 વિકેટે હરાવ્યું
  • 2018: રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 4 વિકેટે હરાવ્યું
  • 2019: સનરાઇઝર્સ હૈદરાબાદને 6 વિકેટે હરાવ્યું
  • 2020: મુંબઈ ઇન્ડિયન્સે 49 રને હરાવ્યું

મુંબઈએ કોલકાતાને 196 રનનો ટાર્ગેટ આપ્યો

મુંબઈ ઇન્ડિયન્સે IPLની 13મી સીઝનની 5મી મેચમાં સામે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સને 196 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈ માટે કપ્તાન રોહિત શર્માએ IPLમાં પોતાની 37મી ફિફટી ફટકારતાં 54 બોલમાં 3 ફોર અને 6 સિક્સની મદદથી 80 રન કર્યા હતા. તેના સિવાય સૂર્યકુમાર યાદવે 47 અને સૌરભ તિવારીએ 21 રનનું યોગદાન આપ્યું.​​​​​​ રોહિત ​​​​​IPLમાં 200 સિક્સ મારનારો ચોથી ખેલાડી બન્યો છે. તેની પહેલાં ક્રિસ ગેલ, એબી ડિવિલિયર્સ અને એમએસ ધોની આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

હાર્દિક પંડ્યા હિટ-વિકેટ થનારો 11મો બેટ્સમેન

IPLની આ સીઝનમાં હાર્દિક પંડ્યા હિટ-વિકેટ થનારો પહેલો બેટ્સમેન બન્યો છે. જ્યારે લીગમાં આ રીતે આઉટ થનારો 11મો ખેલાડી છે. 2008માં મુંબઈ ઇન્ડિયન્સનો જ મુસવિર ખોટે કિંગ્સ ઇલેવન પંજાબ સામે હિટ-વિકેટ થયો હતો, જ્યારે 2019માં રાજસ્થાન રોયલ્સનો રિયાન પરાગ કોલકાતા સામે હિટ-વિકેટ થયો હતો.

સૌથી મોંઘા બોલર પેટ કમિન્સને મુંબઈએ બરાબરનો ફટકાર્યો

ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પેટ કમિન્સને કોલકાતા નાઈટ રાઈડર્સને 15.5 કરોડમાં ખરીદ્યો છે. તે લીગનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી છે, પરંતુ આ મેચમાં મુંબઈએ તેને બરાબરનો ફટકાર્યો હતો. તેણે 3 ઓવરમાં 49 રન આપ્યા અને એકપણ વિકેટ ઝડપી શક્યો નહીં. તેની પહેલી ઓવરમાં જ રોહિત શર્માએ 2 સિક્સ મારીને 15 રન બનાવ્યા હતા.

IPLમાં સૌથી વધુ સિક્સ.

326- ક્રિસ ગેલ
214- એબી ડિવિલિયર્સ
212- એમએસ ધોની
200*- રોહિત શર્મા

IPLમાં એક ટીમ સામે સૌથી વધુ રન

  • 904 – રોહિત શર્મા vs KKR
  • 829 – ડેવિડ વોર્નર vs KKR
  • 825 – વિરાટ કોહલી v DC
  • 819 – ડેવિડ વોર્નર v KXIP
  • 818 – સુરેશ રૈના v KKR
  • 818 – સુરેશ રૈના v MI
  • 814 – સુરેશ રૈના v KXIP

સૂર્યકુમાર યાદવે 28 બોલમાં 6 ફોર અને 1 સિક્સની મદદથી 47 રન કર્યા હતા. તે ઓઇન મોર્ગન અને સુનીલ નારાયણ દ્વારા રનઆઉટ થયો હતો. તેણે અને રોહિતે બીજી વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી.

માવીએ સીઝનની પહેલી મેડન ઓવર નાખી

KKRના ફાસ્ટ બોલર શિવમ માવીએ મેચની બીજી ઓવર મેડન નાખી હતી. તેણે આ ઓવરમાં કવિન્ટન ડી કોકને 1 રનના વ્યક્તિગત સ્કોરે નિખિલ નાઈકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. માવીએ આ સીઝનની પહેલી મેડન ઓવર નાખી છે.

કોલકાતાએ જીતીને બોલિંગ લીધી

કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન દિનેશ કાર્તિકે IPLની 13મી સીઝનની 5મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે અબુ ધાબીના શેખ ઝાયેદ સ્ટેડિયમ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઈટ રાઈડર્સ 2013થી ટૂર્નામેન્ટમાં પોતાની પહેલી મેચ હાર્યું નથી. કોલકાતાની ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓમાં ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ અને પેટ કમિન્સને સ્થાન મળ્યું છે. જ્યારે મુંબઈની ટીમમાં ચાર વિદેશી ખેલાડીઓમાં કવિન્ટન ડી કોક, કાયરન પોલાર્ડ, જેમ્સ પેટ્ટીન્સન અને ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ થયો છે. ઉલ્લેખનીય છે કે પોલાર્ડ આજે મુંબઈ માટે પોતાની 150મી મેચ રમી રહ્યો છે.

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, જેમ્સ પેટ્ટીન્સન, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

કોલકાતાની પ્લેઈંગ 11: દિનેશ કાર્તિક (કેપ્ટન અને વિકેટકીપર), સુનીલ નારાયણ, શુભમન ગિલ, ઓઇન મોર્ગન, આન્દ્રે રસેલ, નિખિલ નાઈક, પેટ કમિન્સ, કુલદીપ યાદવ, સંદીપ વોરિયર અને સંદીપ માવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here