Thursday, October 21, 2021
Homeમુંબઇ બ્લાસ્ટનો દોષીત યુસુફ મેમણનું જેલમાં મોત
Array

મુંબઇ બ્લાસ્ટનો દોષીત યુસુફ મેમણનું જેલમાં મોત

અન્ડરવર્લ્ડ ડોન ટાઇગર મેમણનો ભાઈ યુસુફ મેમણનું જેલમાં મોત, મુંબઈ બ્લાસ્ટમાં હતો સામેલ

1993 મુંબઈ સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો દોષિત યુસુફ મેનનનું નાસિક જેલમાં મોત થયું છે. મુંબઈ હુમલામાં યુસુફ મુખ્ય આરોપી હતો. વર્ષ 2007માં ઉમરકેદની સજા સંભળાવવામાં આવી હતી. 2018માં તેને નાસિકની જેલમાં મોકલવામાં આવ્યો હતો. જોકે હાલ તેના મૃત્યુ પાછળનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જણાવી દઈએ, શુક્રવારે સવારે 10.30 વાગ્યે યુસુફ મેમણની અચાનક તબિયત લથડી હતી. જેલ પ્રશાસને કંઇપણ કર્યું ત્યાં સુધીમાં તે મરી ગયો હતો. પ્રાથમિક તપાસમાં તેના મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું ડોકટરો માને છે. ઘટના બાદ પોલીસે તેનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતની ગાંઠ ઉકેલી શકાશે.

તાહિર અને મુસ્તફા ડોસાનાનું મોત પણ જેલમાં થયું હતું

વર્ષ 2018માં સીરિયલ બ્લાસ્ટમાં દોષિત એમ. તાહિર મર્ચન્ટ ઉર્ફે તાહિર ટકલાનું હ્રદય રોગના હુમલાને લીધે મોત થયું હતું. મર્ચન્ટને આ કેસમાં મોતની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે 2017માં પણ બોમ્બ બ્લાસ્ટ કેસના અન્ય એક દોષિ મુસ્તફા ડોસાનું પણ સજા સંભળાવી તે પહેલા મોત થયું હતું. છાતીમાં દુ:ખાવાની ફરિયાદ બાદ તેને જે જે હોસ્પિટલમાં એડમિટ કરાયો હતો, જ્યાં તેનું મોત નિપજ્યું હતું.

બ્લાસ્ટમાં 257 લોકોના મોત થયા હતા જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા હતા

12 માર્ચ 1993માં મુંબઈમાં અલગ અલગ 12 જગ્યાઓ પર બ્લાસ્ટ થયા હતા. જેમાં 257 લોકોના મોત થયા હતા. અને 700થી વધુ લોકો ઘાયલ થયા હતા.આ મામલે 2015માં યાકૂબ મેમણને ફાંસી આપવામાં આવી હતી. અભિનેતા સંજય દત્ત બ્લાસ્ટ કાંડમાં જેલની સજા કાપી ચૂક્યો છે.સમગ્ર મામલાનો માસ્ટર માઈન્ડ દાઉદ ઈબ્રાહિમ દેશની બહાર છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments