Saturday, September 25, 2021
Homeમુંબઈ : ખ્રિસ્તી બિઝનેસમેને સફળતાનો શ્રેય સિદ્ધિવિનાયક દાદાને આપી તેમના માટે મંદિર...
Array

મુંબઈ : ખ્રિસ્તી બિઝનેસમેને સફળતાનો શ્રેય સિદ્ધિવિનાયક દાદાને આપી તેમના માટે મંદિર બનાવડાવ્યું

મુંબઈમાં રહેતા ખ્રિસ્તી બિઝનેસમેને પોતાની સફળતાનો શ્રેય સિદ્ધિવિનાયક દાદાને આપી તેમના માટે મંદિર બનાવડાવ્યું છે. ગેબ્રિલ એફ. નેઝર્થે તેમના હોમ ટાઉનમાં એટલે કે કર્ણાટકના ઉડુપી શહેરમાં 2 કરોડ રૂપિયાના ખર્ચે ગણપતિનું મંદિર બનાવડાવ્યું છે.

10 વર્ષ પહેલાં મંદિર બનાવવાનું નક્કી કરી લીધું હતું

ધોરણ 10 પૂરું કર્યા પછી ગેબ્રિલ નોકરીની શોધમાં મુંબઈ આવ્યા હતા. અમુક વર્ષો સુધી નોકરી કર્યા પછી તેમણે બ્લોક અને મોલ્ડ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરી શરુ કરી. ગેબ્રિલ ભલે પોતે ખ્રિસ્તી છે પણ ભગવાન સિદ્ધિવિનાયક માટે અપાર શ્રદ્ધા છે. તેમનો અને ગણપતિ દાદાનો બોન્ડ 55 વર્ષનો છે. એક દાયકા પહેલાં ગેબ્રિલ પોતાને વતન આવ્યા ત્યારે તેમણે ભગવાન ગણેશનું મંદિર બનાવવાનું નક્કી કર્યું હતું.

મંદિરમાં હિંદુ રીતિ-રીવાજ પ્રમાણે આરતી અને પૂજા થાય છે

ગેબ્રિલના મિત્ર પુંડાલિકા મરાઠેએ કહ્યું, ગણપતિ દાદાએ મારા મિત્રની દરેક ઈચ્છા પૂર્ણ કરી છે. તે ઉડુપીમાં મંદિર બનાવવા માગતો હતો. આ મંદિરમાં ભગવાનની 36 ઇંચની મૂર્તિ છે અને તેમાં સવાર-સાંજ પૂજા થાય છે. મંદિરમાં પૂજારીઓ માટે અલગથી રહેવાની વ્યવસ્થા પણ કરી છે.

કોરોનાને લીધે કામમાં થોડી અડચણ આવી

આ મંદિરનું કામ તો છેલ્લા ઘણા સમયથી ચાલુ હતું પણ કોરોના મહામારીને લીધે પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં મોડું થયું. ગયા અઠવાડિયે મંદિરમાં પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો. ગેબ્રિલના મિત્રો જ આ મંદિરના દેખરેખનું કામ કરે છે. ગેબ્રિલ વર્ષોથી ગણપતિ દાદાનું મંદિર બનાવવા ઇચ્છતા હતા. તેમની ઈચ્છા પૂરી થઈ જતા તેઓ ઘણા ખુશ છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓની અવર-જવર પણ ચાલુ થઈ ગઈ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments