Friday, April 19, 2024
Home‘તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માં’ ફેમ મુનમુન દત્તા વિરુદ્ધ મુંબઈમાં FIR ફાઈલ થઈ
Array

‘તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માં’ ફેમ મુનમુન દત્તા વિરુદ્ધ મુંબઈમાં FIR ફાઈલ થઈ

- Advertisement -

‘તારક મહેતાનાં ઉલ્ટા ચશ્માં’માં બબીતાનું પાત્ર ભજવતી અભિનેત્રી મુનમુન દત્તા વાલ્મીકિ સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષામાં બોલવા બદલ અનેક વિવાદોમાં સપડાઈ છે. એક્ટ્રેસ વિરુદ્ધ મુંબઈમાં FIR નોંધાઈ છે. મુનમુન દત્તાએ પોતાના એક યુટ્યૂબ વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કર્યા હતો. સો.મીડિયામાં યુઝર્સે FIR કરીને ધરપકડની માગણી કરી હતી.

ત્યારબાદ મુનમુને માફી માગી હતી. તેણે પણ એમ જ કહ્યું હતું કે તેને શબ્દનો અર્થ ખબર નહોતી. જોકે, માફી માગવા છતાંય મુનમુન વિરુદ્ધ હરિયાણા, મધ્ય પ્રદેશ અને ગુજરાત સહિત દેશમાં ઘણી જગ્યાએ કેસ કરવામાં આવ્યો છે.

અનુસૂચિત જાતિનું અપમાન કરવાનો આક્ષેપ

પોલીસને કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે મુનમુન દત્તાએ પોતાની યુટ્યૂબ ચેનલમાં વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં એક્ટ્રેસે આપત્તિજનક જાતિ સૂચક શબ્દનો ઉપયોગ કર્યો હતો. તેણે અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી.

આ જ કારણે તેને સો.મીડિયામાં ટ્રોલ કરવામાં આવી હતી અને #ArrestMunmunDutta ટ્રેન્ડ પણ થયું હતું. મુનમુન પર બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો છે અને તેના માથે ધરપકડની તલવાર લટકે છે.

આ બિનજામીનપાત્ર કલમો હેઠળ કેસ કરવામાં આવ્યો

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મુનમુન દત્તા વિરુદ્ધ નેશનલ અલાયન્સ ફોર શિડ્યૂલ ક્લાસ હ્યુમન રાઈટ્સના રજન કલસને ફરિયાદ કરી હતી. આ ફરિયાદને આધાર બનાવીને હરિયાણાના હાંસીની પોલીસે FIR કરી છે. એક્ટ્રેસ વિરુદ્ધ ભારતીય બંધારણની કલમ 153A, 295A અનુસૂચિત જાતિ તથા જનજાતિ અત્યાચાર અધિનિયમની કલમ (1)(R), 3(1)(S) અને 3(1)(U) હેઠળ કેસ કરવામાં આવ્યો છે. આ તમામ કલમો બિનજામીનપાત્ર છે.

જો ધરપકડ થઈ તો જામીન નહીં મળે

જો પોલીસ આ કેસમાં કાર્યવાહી કરીને મુનમુન દત્તાની ધરપકડ કરે છે તો આ કલમો હેઠળ તેને જામીન મળી શકે નહીં. આટલું જ નહીં, આ કલમો હેઠળ મુનમુન દત્તા આગોતરા જામીન પણ લઈ શકે નહીં.

મુનમુને માફી પણ માગી હતી

મુનમુન દત્તાએ તાજેતરમાં જ પોતાના એક વીડિયોમાં જાતિગત શબ્દનો ઉપયોગ કર્યો હતો. આ વીડિયો અંગે અનેક લોકોએ આપત્તિ દર્શાવી હતી. મુનમુન દત્તાને પોતાની ભૂલ ધ્યાનમાં આવતાં તેણે આ વીડિયો સો.મીડિયામાંથી ડિલિટ કરી નાખ્યો હતો અને યુટ્યૂબમાં એડિટ કરી નાખ્યો હતો. જોકે વિરોધ શાંત ના થતાં મુનમુને સો.મીડિયામાં હિંદી તથા અંગ્રેજીમાં માફી માગતું નિવેદન જાહેર કર્યું હતું.

મુનમુને કહ્યું હતું, ‘આ એક વીડિયોના સંદર્ભમાં છે. આ વીડિયો મેં ગઈકાલે પોસ્ટ કર્યો હતો. અહીં મારા દ્વારા ઉપયોગમાં લેવાયેલા એક શબ્દનો ખોટો અર્થ કરવામાં આવ્યો છે. આ અપમાન ધમકી કે કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદા સાથે કહેવામાં આવ્યો નથી. મારી ભાષાની નાસમજને કારણે મને શબ્દના સાચા અર્થની ખોટી માહિતી હતી. જ્યારે મને સાચો અર્થ કહેવામાં આવ્યો ત્યારે મેં એ ભાગ એડિટ કરી દીધો છે.’

વધુમાં એક્ટ્રેસે કહ્યું હતું હું દરેક જાતિ, પંથ અને દરેક વ્યક્તિને ઘણું જ સન્માન આપું છે. સમાજ કે રાષ્ટ્રમાં તેમના અપાર યોગદાનને સ્વીકારું છું. મારા શબ્દના ઉપયોગને કારણે અજાણતા જેમની લાગણી દુભાઈ છે તે તમામની હું ઈમાનદારીથી માફી માગું છું. મને એના માટે અફસોસ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular