મુંબઈ : બાંદ્રામાં MTNLની 9 માળની બિલ્ડિંગમાં ભીષણ આગ, છત પર 100થી વધુ લોકો ફસાયા

0
29

મુંબઈઃ મુંબઈની બાંદ્રામાં આવેલી મહાનગર ટેલીફોન નિગમ લિમિટેડ બિલ્ડિંગમાં સોમવારે ભીષણ આગ લાગી છે. બચાવ અભિયાન માટે ફાયર વિભાગની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. ફાયરવિભાગના બચાવકર્મીઓ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. બચાવકાર્ય હાલ હજુ ચાલુ છે. મહત્વનું છે કે જે બિલ્ડીંગમાં આગ લાગી છે, તેની છત પર 100 લોકો ફસાયા છે જેમને સુરક્ષિત બહાર કાઢવાનું કામ ચાલુ છે.

મળતી માહિતી પ્રમાણે, ઈમારતના ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી. 25થી વધારે લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. કર્મચારીઓના કહ્યાં પ્રમાણે એસીમાં શોર્ટ સર્કિટ બાદ આગ લાગી હતી. ત્યારબાદ આગ ફેલાઈ ગઈ હતી. શહેરનો ભીડભાડ વાળો વિસ્તાર હોવાના કારણે રસ્તા જામ થઈ ગયા હતા. પોલીસ અને ફાયરબ્રિગેડના અધિકારી લોકોને ઈમારતથી દુર રહેવાની અપીલ કરી રહ્યા છે.

આ પહેલા મુંબઈમાં જ તાજમહેલ અને ડિપ્લોમેટ હોટલ પાસે આવેલી ચર્ચિલ ચેમ્બર બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હતી. ફાયરવિભાગના કર્મચારીઓએ 14 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. સાથે બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here