મુંબઈ ઇન્ડિયન્સે કોલકાતાને દસ રને હરાવ્યુ

0
5

મુંબઈ ઇન્ડિયન્સે બીજી મેચમાં નબળી બેટિંગ છતાં પણ શાનદાર બોલિંગના સથવારે  કોલકાતાને દસ રને હરાવ્યું હતું. મુંબઈના ૧૫૨ રનના જવાબમાં કોલકાતાની ટીમ પહેલી વિકેટની ૭૨ રનની ભાગીદારી છતાં પણ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨ રન કરી શકતા તેનો પરાજય થયો હતો. કોલકાતા તરફથી નીતેશ રાણેએ ફોર્મ જારી રાખતા ૪૭ બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૫૭ રન કર્યા હતા. મુંબઈ તરફથી રાહુલ ચાહરે ૨૭ રન આપી ચાર વિકેટ ઝડપી હતી.

આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જ બેંગ્લોર સામેની મેચ પછી સળંગ બીજી મેચમાં દમ વગરની બેટિંગ કરતાં કોલકાતા સામે ૨૦ ઓવરમાં ૧૫૨ રન કર્યા હતા. કોલકાતા નાઇટરાઇડર્સના ઓલરાઉન્ડર રસેલે આઇપીએલનો તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ દેખાવ કરતાં ફક્ત બે ઓવરમાં મુંબઈ ઇન્ડિયન્સની પાંચ વિકેટ ફક્ત ૧૫ રન આપી ઝડપતા તેનો ધબડકો થયો હતો. તેમા પણ રસેલે અંતિમ ઓવરમાં ૩ વિકેટ ઝડપી હતી.

કોલકાતા નાઇટરાઇડર્સને ટોસ જીતવાનું ફળ્યું હતું. ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સને બેટિંગમાં ઉતાર્યા પછી તેણે ડી કોકના સ્વરુપમાં પહેલી વિકેટ ઝડપતી ગુમાવી હતી. તેના પછી કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ વચ્ચે બીજી વિકેટની ૭૬ રનની ભાગીદારી નોંધાઈ હતી. તેના કારણે એક સમયે તે સરળતાથી ૧૮૦ પ્લસ સ્કોર કરે તેમ લાગતું હતું. પરંતુ  સૂર્યકુમાર ૩૬ બોલમાં સાત ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી શાનદાર બેટિંગ કરી ૫૬ રન કરી આઉટ થયા બાદ મુંબઈ ઇન્ડિયન્સનો ધબડકો થયો હતો. તેમા પણ કેપ્ટન રોહિત શર્માના આઉટ થયા પછી મુંબઈ ઇન્ડિયન્સે નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. રસેલ સિવાય કમિન્સે બે, વરુણ અને શકીબે એક-એક વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઇન્ડિયન્સ

રન               બોલ            4             6

રોહિત શર્મા બો. કમિન્સ             ૪૩               ૩૨             ૩              ૧

ડી કોક કો. ત્રિપાઠી બો. ચક્રવર્તી     ૦૨               ૦૬             ૦              ૦

સૂર્યકુમાર કો. ગીલ બો. શકીબ        ૫૬              ૩૬             ૭             ૨

ઇશાન કો. કૃષ્ણા બો. કમિન્સ          ૦૧              ૦૩             ૦              ૦

હાર્દિક કો. રસેલ બો. કૃષ્ણા             ૧૫              ૧૭             ૨             ૦

પોલાર્ડ કો. કાર્તિક બો. રસેલ            ૦૫              ૦૮             ૧             ૦

ક્રુણાલ કો. કૃષ્ણા બો. રસેલ              ૧૫              ૦૯             ૩            ૦

યાનસેન કો. કમિન્સ બો. રસેલ           ૦૦              ૦૧              ૦           ૦

ચહર કો. ગિલિ બો. રસેલ                 ૦૮              ૦૭              ૦           ૦

બુમરાહ કો. શકીબ બો. રસેલ             ૦૦              ૦૧              ૦           ૦

બોલ્ટ અણનમ                               ૦૦              ૦૦              ૦          ૦

લેગબાય-૪, વાઇડ-૩૦૭

કુલ ૨૦ ઓવરમાં ઓલઆઉટ૧૫૨

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૧૦ (ડી કોક, ૧.૬), ૨-૮૬ (સૂર્યકુમાર, ૧૦.૩), ૩-૮૮ (ઇશાન કિશન, ૧૧.૧), ૪-૧૧૫ (રોહિત શર્મા, ૧૫.૨), ૫-૧૨૩ (હાર્દિક, ૧૬.૨), ૬-૧૨૫ (પોલાર્ડ, ૧૭.૨), ૭-૧૨૬ (યાનસેન, ૧૭.૩), ૮-૧૫૦ (કૃણાલ પંડયા, ૧૯.૩), ૯-૧૫૦ (બુમરાહ, ૧૯.૪), ૧૦-૧૫૨ (રાહુલ ચહર, ૧૯.૬)

બોલિંગઃ હરભજન ૨-૦-૧૭-૦, વરુણ ૪-૦-૨૭-૧, શકીબ અલ હસન ૪-૦-૨૩-૧, કમિન્સ ૪-૦-૨૪-૨, પ્રસિદ કૃષ્ણા ૪-૦-૪૨-૧, રસેલ ૨-૦-૧૫-૫.

કોલકાતા નાઇટરાઇડર્સ

રન                બોલ            4             6

રાણા સ્ટ. ડીકોક બો. ચહર           ૫૭                ૪૭              ૬             ૨

ગિલ કો. પોલાર્ડ બો. ચહર             ૩૩                ૨૪               ૫            ૧

ત્રિપાઠી કો. ડીકોક બો. ચહર           ૦૫                ૦૫               ૦            ૦

મોર્ગન કો. માર્કો બો. ચહર              ૦૭                ૦૭                ૧           ૦

શકીબ કો. સૂર્યકુમાર બો.કૃણાલ         ૦૯                ૦૯                ૧           ૦

કાર્તિક અણનમ                            ૦૮                ૧૧                 ૦          ૦

રસેલ કો. એન્ડ બો. બોલ્ટ                ૦૯                 ૧૫                ૧          ૦

કમિન્સ બો. બોલ્ટ                         ૦૦                 ૦૧                 ૦          ૦

હરભજનસિંગ અણનમ ૦૨ ૦૨ ૦ ૦

વધારાના બાય-૪, લેગબાય-૫, નોબોલ-૧, વાઇડ-૨ ૧૨

કુલ ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૨

વિકેટ પડવાનો ક્રમઃ ૧-૭૨ (ગિલ, ૮.૫), ૨-૮૪ (ત્રિપાઠી, ૧૦.૩), ૩-૧૦૪ (મોર્ગન, ૧૨.૫), ૪-૧૨૨ (રાણા, ૧૪.૬), ૫-૧૨૨ (શકીબ, ૧૫.૨), ૬-૧૪૦ (રસેલ, ૧૯.૩)૭-૧૪૦ (કમિન્સ,૧૯.૪)

બોલિંગઃ બોલ્ટ ૪-૦-૨૭-૨, યાનસન ૨-૦-૧૭-૦, બુમરાહ ૪-૦-૨૮-૦, કૃણાલ ૪-૦-૧૩-૧, પોલાર્ડ ૧-૦-૧૨-૦, ચહર ૪-૦-૨૭-૪, રોહિત ૧-૦-૯-૦.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here