MI vs RR : મુંબઈ ઇન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને બેટિંગ લીધી

0
18

IPLની 13મી સીઝનની 20મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે અબુ ધાબી ખાતે ટોસ જીતીને બેટિંગ લીધી છે. મુંબઈએ પોતાની ટીમમાં કોઈ બદલાવ કર્યો નથી, જ્યારે રાજસ્થાને પોતાની પ્લેઈંગ 11માં ત્રણ ફેરફાર કર્યા છે.

મુંબઈ ઇન્ડિયન્સની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન, કાયરન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, જેમ્સ પેટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

બંને ટીમો વચ્ચે છેલ્લી 2 સીઝનમાં 4 મેચ રમાઈ છે, જેમાં દર વખતે રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યું. આ સીઝનમાં રાજસ્થાન અત્યાર સુધીમાં 4માંથી 2 મેચ જીત્યું અને 2 હાર્યું છે. જ્યારે મુંબઈ 5માંથી 2 જીત્યું અને 2માં હારનો સામનો કર્યો.

બંને ટીમના મોંઘા ખેલાડીઓ

રાજસ્થાનમાં કેપ્ટન સ્મિથ 12.50 કરોડ અને સંજુ સેમસન 8 કરોડની કિંમત સાથે સૌથી મોંઘા પ્લેયર છે. જ્યારે, મુંબઈમાં કપ્તાન રોહિત શર્મા સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપે છે. તેના પછી હાર્દિક પંડ્યાનો નંબર આવે છે, જેને એક સીઝનના 11 કરોડ રૂપિયા મળે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here