IPL 2020 : RCB vs MI : મુંબઈ ઇન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
0

IPLની 13માં સીઝનની 10મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે દુબઈ ખાતે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. મુંબઈએ પોતાની ટીમમાં એક બદલાવ કર્યો છે. સૌરભ તિવારીની જગ્યાએ ઈશાન કિશાન રમી રહ્યો છે. જ્યારે બેંગલોરે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. ગુરકિરત સિંહ માન, એડમ ઝામ્પા અને ઇસુરુ ઉદાનાને ડેલ સ્ટેન, ઉમેશ યાદવ અને જોશ ફિલિપની જગ્યાએ સ્થાન મળ્યું છે.

બેંગલોરની પ્લેઈંગ 11: આરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), ગુરકિરત સિંહ માન, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, ઇસુરુ ઉદાના, યુઝવેન્દ્ર ચહલ, એડમ ઝામ્પા અને નવદીપ સૈની

મુંબઈની પ્લેઈંગ 11: રોહિત શર્મા (કેપ્ટન), કવિન્ટન ડી કોક, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશાન, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ, જેમ્સ પેટ્ટીન્સન, ટ્રેન્ટ બોલ્ટ, રાહુલ ચહર અને જસપ્રીત બુમરાહ

સીઝનમાં પ્રથમ વાર કોહલી અને રોહિત એકબીજા સામે ટકરાઈ રહ્યા છે. બંને ટીમ વચ્ચે રમાયેલી છેલ્લી 10માંથી 8 મેચ મુંબઈ જીત્યું છે.

રોહિતને IPLમાં 5000 રન પૂરા કરવા માટે 10 રનની જરૂર છે. તેણે 190 મેચમાં 31.8ની સરેરાશથી 4990 રન બનાવ્યા છે. અત્યાર સુધીમાં માત્ર બે બેટ્સમેન જ IPLમાં 5000થી વધુ રન બનાવી શકયા છે. કોહલીએ 178 મેચમાં 37.68ની સરેરાશથી 5426 રન બનાવ્યા છે. રૈનાના 193 મેચમાં 33.34ની સરેરાશથી 5368 રન છે.

સીઝનમાં બે ટીમોએ એક મેચ જીતી, એક હારી

સીઝનમાં મુંબઈ અને બેંગલોરની આ ત્રીજી મેચ છે. આ પહેલા બંને ટીમોએ 2 મેચમાંથી એક મેચ જીતી અને એક મેચ હારી છે. મુંબઈને સીઝનની પ્રથમ મેચમાં ચેન્નાઈએ હરાવી હતી. જ્યારે બેંગલોરે પંજાબના હાથે હારનો સામનો કરવો પડયો હતો.

બંને ટીમના મોંઘા ખેલાડીઓ

મુંબઈમાં કેપ્ટન રોહિત શર્મા સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સીઝનના 15 કરોડ રૂપિયા આપશે. તે પછી ટીમમાં હાર્દિક પંડ્યાનો નંબર આવે છે. તેને સીઝનના 11 કરોડ રૂપિયા મળશે. જ્યારે RCBમાં કેપ્ટન કોહલી સૌથી મોંઘો ખેલાડી છે. ટીમ તેને એક સીઝનના 17 કરોડ રૂપિયા આપશે. તે પછી ટીમમાં એબી ડિવિલિયર્સનું નામ છે, જેને 11 કરોડ રૂપિયા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here