મુંબઈ : મહાનર પાલિકાના કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું, તાત્કાલિક લોકડાઉન મૂકવાની પરિસ્થિતિ નથી

0
3

મુંબઈ શહેરમાં કોરોનાના દરદીઓનો ફરી વધારો થયો હોવા છતાં શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે. શહેરમાં લોકડાઉનની તાત્કાલિક જરૃર નથી, એમ મુંબઈ મહાનર પાલિકાના કમિશ્નર ઈકબાલ સિંહ ચહલે જણાવ્યું હતું.

હાલમાં કોરોનાના દરદીના કેસમાં ઉછાળો આવ્યો છે. તેનું કારણ દૈનિક પરીક્ષણમાં વધારો થવાનું પરિણામ છે.

મુંબઈ મહાનગર પાલિકાએ જાન્યુઆરીમાં ૧૧ હજારથી ૧૫ હજાર પરીક્ષણોમાં નોંધપાત્ર રીતે વધારીને હાલમાં ૨૦ હજારથી વધુ કર્યું છે.

શહેરમાં કોરોના પોઝીટીવનો રેટ ૬ ટકા નોંધાયો છે. જે મહારાષ્ટ્રના અન્ય શહેરોની તુલનામાં એકદમ ઓછો છે, એમ તેમણે જણાવ્યું હતું.

આને ધ્યાનમાં લેતા મુંબઈમાં હાલમાં લોકડાઉન લાદવાની તાત્કાલિક જરૃર નથી, એમ ચહલે ભારપૂર્વક જણાવ્યું હતું.

જો નાગરિકો કોવિડ-૧૯ના નિયમો તથા પ્રોટોકોલનું પાલન નહિં કરે તો પાલિકાને કડક પગલા ભરવાની ફરજ પડી શકે છે. એવી ચેતવણી તેમણે આપી હતી. શહેરની હોસ્પિટલોમાં કોવિડ-૧૯ના દરદીઓ માટે લગભગ ૬૦ ટકા ખાટલા ઉપલબ્ધ છે, એમ ચહલે જણાવ્યું હતું.

મુંબઈમાં ત્રીજો સેરો સર્વે હાથ ધર્યો છે અને આ અંતર્ગત ૧૨૦૦૦ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ ઉમેર્યું હતું કે બે અઠવાડિયામાં એક અહેવાલ આપવાની સંભાવના છે. એટલું જ નહિં કોવિડ-૧૯ના રસીકરણની ઝુંબેશ ૬૭ કેન્દ્રો પર ચાલી રહ્યું છે. જેમાં ૨૪ પાલિકા હોસ્પિટલો, ચાર રાજ્ય સરકાર સંચાલિત હોસ્પિટલ અને ખાનગી ૩૮ હોસ્પિટલોનો સમાવેશ થાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here