મહારાષ્ટ્ર : આત્મહત્યાના જૂના કેસમાં મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર અર્નબ ગોસ્વામીની ધરપકડ કરી

0
7

મુંબઈ પોલીસે રિપબ્લિક ટીવીના એડિટર ઈન ચીફ અર્નબ ગોસ્વામીની બુધવારે સવારે તેમના ઘરે જઈને ઘરપકડ કરી લીધી છે. તેમના પર 2018માં એક મા અને દીકરાને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ છે. બીજી બાજુ અર્નબે આરોપ લગાવ્યો છે કે, પોલીસે તેમની સાથે મારઝૂડ કરી છે. રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દર્શાવ્યા છે અને અર્નબ સાથે પોલીસની ઝપાઝપી પણ દેખાડવામાં આવી છે. એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે અર્નબ અને રિપબ્લિક ટીવીએ મુંબઈ પોલીસની કાર્યવાહી વિશે ઘણાં સવાલ ઉભા કર્યા હતા.

અર્નબ પર શું આરોપ છે? 2008માં 53 વર્ષના એક ઈન્ટીરિયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાએ આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે સીઆઈડીની ટીમ તપાસ કરી રહી છે. કથિત રીતે અન્વય નાઈકની સુસાઈડ નોટમાં લખવામાં આવ્યું હતું કે, આરોપીઓ (અર્નબ અને અન્ય બે)એ તેના રૂ. 5.40 કરોડ ચૂકવ્યા નથી. તેથી તેમને આત્મહત્યા કરવી પડે છે. રિપબ્લિક ટીવીએ આ આરોપ નકારી દીધા છે.

રિપબ્લિક ટીવીએ અર્નબના ઘરના લાઈવ ફૂટેજ પણ દેખાડ્યા હતા જેમાં અર્નબ અને પોલીસ વચ્ચે ઝપાઝપી દેખાતી હતી. અર્નબે મુંબઈ પોલીસ પર ગુંડાગરદીનો આરોપ લગાવતા કહ્યું છે કે, તેમને પરિવાર સાથે વાત કરતાં પણ રોકવામાં આવ્યા છે. ત્યારપછી અર્નબને મુંબઈ પોલીસ તેમની વાનમાં સાથે લઈ ગઈ હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા પ્રમાણે અર્નબે આરોપ લગાવ્યો છે કે, મુંબઈ પોલીસે તેના સસરા, સાસુ, દીકરા અને પત્ની સાથે પણ મારઝૂડ કરી છે. રિપબ્લિક ટીવી પર જે વીડિયો ચલાવવામાં આવી રહ્યો છે તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોલીસે અર્નબ સાથે ખરાબ વર્તન કર્યું છે.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here