Saturday, September 18, 2021
Homeમુંબઈ : શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટ હોબાળો મચાવતા કરી તોડફોડ
Array

મુંબઈ : શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટ હોબાળો મચાવતા કરી તોડફોડ

મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી. આ એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપના હાથમાં છે. શિવસેનાના કાર્યકરોએ એરપોર્ટ પર લગાવેલા અદાણી એરપોર્ટના બોર્ડને પણ નુકસાન પહોંચાડયું હતું. શિવસેનાના કાર્યકરોએ અદાણી એરપોર્ટ બોર્ડને તોડી નાંખ્યું હતું.

સોમવારે  મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી - Divya Bhaskar

શિવસેનાના આરોપ છે કે પહેલા આ એરપોર્ટ છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના નામે ઓળખાતું હતું, પરંતુ હવે તેના પર અદાણી એરપોર્ટનું બોર્ડ લગાવી દેવામાં આવ્યું છે. શિવસેનાએ કહ્યું કે આ સહન કરવામાં નહીં આવે.

અદાણી ગ્રૂપ દ્વારા એવિએશન સેકટરમાં મોટું રોકાણ ​​​​​​​

અદાણી ગ્રૂપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એવિએશન સેકટરમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે. દેશના અનેક મોટા એરપોર્ટનું સંચાલન હવે અદાણી ગ્રુપની પાસે છે. જુલાઈમાં જ મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટનું સંચાલન અદાણી ગ્રુપની પાસે આવી ગયું હતું, સ્વયં ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

અદાણી ગ્રૂપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એવિએશન સેકટરમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે.
અદાણી ગ્રૂપ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં એવિએશન સેકટરમાં મોટું રોકાણ કરવામાં આવ્યું છે.

વિપક્ષ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવ્યો છે કે દેશના અનેક એરપોર્ટ્સનું સંચાલન હવે અદાણી ગ્રુપને આપવામાં આવ્યું છે. કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષની પાર્ટીઓએ આ બાબતે અનેક વખત વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments