Tuesday, September 21, 2021
Homeમુંબઈને મળશે નિ:શુલ્ક બેડ : કોવિડના દર્દીઓની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન બન્યું...
Array

મુંબઈને મળશે નિ:શુલ્ક બેડ : કોવિડના દર્દીઓની મદદ માટે રિલાયન્સ ફાઉન્ડેશન બન્યું વધુ સક્રિય

દેશની ઔદ્યોગિક રાજધાની મુંબઈમાં કોવિડના કેસ સતત વધી રહ્યા હોવાથી રિલાયન્સ ફાઉન્ડેશને દર્દીઓની સેવા માટેના પ્રયત્નોની ઝડપ વધારી દીધી છે. લોકોને રાહત મળે અને સરકારની મહામારી સામેની ઝુંબેશને બળ મળે તે માટે રિલાયન્સ ફાઉન્ડેશન વધુ સક્રિય બન્યું છે. મહારાષ્ટ્ર સરકાર અને બીએમસીને સહયોગ આપવા માટે રિલાયન્સે 4 નવા પગલા ભરવાનો નિર્ણય લીધો છે.

* સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ NSCIમાં 650 બેડની ફેસિલિટી અપાશે.

* રિલાયન્સ ફાઉન્ડેશન 100 નવા ICU બેડ બનાવીને ચલાવશે જે તબક્કાવાર રીતે 15 મે, 2021થી ઉપલબ્ધ થવા લાગશે.

* સર એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ 1 મેથી 550 બેડના એક વોર્ડનું પ્રબંધન સંભાળી લેશે. આ 550 બેડ હાલ પણ દર્દીઓ માટે ઉપલબ્ધ છે.

* આ જ રીતે સર એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ આશરે 650 બેડનું પ્રબંધન સંભાળી લેશે.

* ડોક્ટોર અને નર્સો સહિત ફ્રન્ટલાઈન સ્ટાફના 500થી વધારે સદસ્ય 24 કલાક દર્દીઓની સહાય માટે ઉપલબ્ધ રહેશે.

* આ પ્રોજેક્ટમાં વપરાતી તમામ વસ્તુઓ જેમ કે, ICU બેડ, મોનિટર, વેન્ટિલેટર સહિત અન્ય ચિકિત્સા સંબંધીત મશીનો અને 650 બેડના ખર્ચનું વહન રિલાયન્સ ફાઉન્ડેશન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments