Friday, March 29, 2024
Homeમુંબઈ યુનિવર્સિટી : પીએચ.ડી અને એમ.ફીલ પ્રવેશ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર
Array

મુંબઈ યુનિવર્સિટી : પીએચ.ડી અને એમ.ફીલ પ્રવેશ પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર

- Advertisement -

મુંબઈ યુનિવર્સિટીએ પીએચ.ડી અને એમ.ફીલ પ્રવેશ પરીક્ષા માટેનું ટાઈમટેબલ જાહેર કર્યું છે. આ પરીક્ષાના નિયોજનના ભાગરુપે મુંબઈ યુનિવર્સિટીએ ૧૨ થી ૧૭ માર્ચ દરમ્યાન મોક ટેસ્ટ (પ્રેક્ટિસ પરીક્ષા)નું આયોજન કર્યું હતું. આ દરમ્યાન અમુક વિદ્યાર્થીઓએ સફળતાભેર મોક ટેસ્ટ આપી છે. પરંતુ હજીયે અમુક વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપી શક્યાં નથી, તેમને માટે ૨૧ માર્ચ ૨૦૨૧ સુધી મોક ટેસ્ટની અવધિ વધારી આપવામાં આવી છે.

દરમ્યાન જે વિદ્યાર્થીઓએ મોક ટેસ્ટ આપી દીધી છે, તેમને ફરીથી આ ટેસ્ટ આપવાની જરુર નથી. મુંબઈ યુનિવર્સિટીની પેટની પરીક્ષાના ટાઈમટેબલ મુજબ ૨૫ માર્ચના રોજ એમ.ફીલ તો ૨૬ અને ૨૭ માર્ચના રોજ પીએચ.ડી. પ્રવેશ પરીક્ષા થશે. કુલ ૭૯ વિષયો માટે આ પરીક્ષા થવાની છે. દરમ્યાન વિદ્યાર્થીઓને પરીક્ષામાં જો કોઈ તકલીફ સર્જાય તો તેઓ ૦૨૨૨૮૮૫૭૦૪૮, ૯૩૭૨૫૧૧૮૪૬ આદિ હેલ્પલાઈન નંબર પર ફોન કરી શકાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular