IPL 2020 : MI vs DC : મુંબઈએ દિલ્હી સામે ટોસ જીતીને બોલિંગ લીધી.

0
4

IPL 2020ની 51મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન કાયરન પોલાર્ડે દુબઈ ખાતે દિલ્હી કેપિટલ્સ સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. આ મુંબઈની લીગમાં 200મી મેચ છે. મુંબઈએ પોતાની ટીમમાં 2 ફેરફાર કર્યા છે. હાર્દિક પંડ્યા અને જેમ્સ પેટિન્સનની જગ્યાએ જયંત યાદવ અને કુલ્ટર નાઇલને ટીમમાં સ્થાન મળ્યું છે. પોલાર્ડે કહ્યું કે, હાર્દિકને આરામ આપવામાં આવ્યો છે.

બીજી તરફ દિલ્હીએ પણ પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. પૃથ્વી શો, હર્ષલ પટેલ અને પ્રવીણ દુબેને ટીમમાં સ્થાન મળ્યું છે. તેમને અક્ષર પટેલ, અજિંક્ય રહાણે અને તુષાર દેશપાંડેની જગ્યાએ સ્થાન મળ્યું છે.

મુંબઈની પ્લેઈંગ 11: કવિન્ટન ડિકોક(વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, કાયરન પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, નાથન કુલ્ટર નાઇલ, રાહુલ ચહર, જયંત યાદવ, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

દિલ્હીની પ્લેઈંગ-11: શિખર ધવન, પૃથ્વી શો, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, શિમરોન હેટમાયર, પ્રવીણ દુબે, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, હર્ષલ પટેલ અને એનરિચ નોર્ટજે

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here