IPL 2020 : RCB vs MI : મુંબઈએ ટોસ જીતીને બોલિંગ લીધી, સતત ત્રીજી મેચમાં રોહિતની જગ્યાએ પોલાર્ડ કેપ્ટન.

0
0

IPL 2020ની 48મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન કાયરન પોલાર્ડે અબુ ધાબી ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. સતત ત્રીજી મેચમાં અનફિટ રોહિતની જગ્યાએ પોલાર્ડ ટીમની કપ્તાની કરી રહ્યો છે. મુંબઈએ પોતાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે બેંગલોરે પોતાની ટીમમાં 3 ફેરફાર કર્યા છે. આરોન ફિન્ચ, નવદીપ સૈની અને મોઇન અલીની જગ્યાએ ડેલ સ્ટેન, જોશ ફિલિપ અને શિવમ દુબેનો સમાવેશ થયો છે.

બેંગલોરની પ્લેઈંગ-11: દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપ (વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ, શિવમ દુબે, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, વી. સુંદર, ડેલ સ્ટેન, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ

મુંબઈની પ્લેઈંગ 11: કવિન્ટન ડિકોક(વિકેટકીપર), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, સૌરભ તિવારી, હાર્દિક પંડ્યા, કાયરન પોલાર્ડ (કેપ્ટન), કૃણાલ પંડ્યા, જેમ્સ પેટ્ટિન્સન, રાહુલ ચહર, ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રીત બુમરાહ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here