મહાપાલિકા – રાજ્યમાં દિવ્યાંગો માટે પ્રથમ કોવીડ-19 હોસ્પિટલ નવી મુંબઈ ખાતે શરૂ કરાઈ, સીવૂડ ખાતે ખાનગી હોસ્પિટલના માધ્યમથી અભિનવ ઉપક્રમ

0
7

સીએન 24,ગુજરાત

મુંબઈદિવ્યાંગ દર્દીઓની વિશેષ સંભાળ લેવા અને તેમની યોગ્ય સારવાર કરવા નવી મુંબઈ મહાપાલિકાના માધ્યમથી દિવયાંગ કોવિડ-૧૯ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે.સીવૂડ ખાતે ખાનગી હોસ્પિટલના માધ્યમથી રાજ્યનો આ પ્રથમ અભિનવ ઉપક્રમ મહાપાલિકાએ શરૂ કર્યો હોવાથી દિવ્યાંગોને સારી એવી રાહત મળશે. દિવ્યાંગો માટે આ હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરી આપવામાં આવી છે.

નવી મુંબઈ મહાપાલિકાએ કોરોનાનો ફેલાવો રોકવા વિવિધ સ્તરે પ્રયત્નો શરૂ કર્યા છે. દર્દીઓ પર તેમના લક્ષણોની તીવ્રતા ધ્યાનમાં લઈને સીસીસી, ડીસીએસી, ડીસીએચ જેવા ત્રણ સ્તરે સારવાર સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. આ રીતે દિવ્યાંગ વ્યક્તિઓને કોરોનાનું સંક્રમણ થાય તો આવા પોઝિટીવ દિવ્યાંગ વ્યક્તિઓ માટે વિશેષ સારવાર સુવિધા ઉપલબ્ધ કરી આપવાનો નિર્ણય મહાપાલિકા કમિશનર આણ્ણાસાહેબ મિસાળે લીધો છે. એના માટે સીવૂડ નેરુળ ખાતેની ન્યુરોજન બ્રેઈન એન્ડ સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટ હોસ્પિટલના ૭૫ બેડમાંથી ૨૫ બેડ કોરોનાગ્રસ્ત દિવ્યાંગ વ્યક્તિઓની સારવાર માટે અનામત રાખવામાં આવ્યા છે. દિવ્યાંગો માટે મહારાષ્ટ્રની પ્રથમ સ્પેશિયલ કોવિડ-૧૯ હોસ્પિટલ કાર્યાન્વિત થઈ છે. દિવ્યાંગોની તમામ અડચણોનો વિચાર કરીને તેમને હલનચલન કરવું સહેલું થાય એ રીતે વિશેષ ઓરડાઓની નિર્મિતી આ ઠેકાણે કરવામાં આવી છે. વ્હીલચેર, દિવ્યાંગો વાપરી શકે એવા સ્વચ્છતાગૃહો છે. ઓટિઝમ, સેરિબ્રલ પાલ્સી જેવા રોગ, ઈંટેક્ચ્યુઅલ ડિસેબિલિટીનો વિચાર કરીને વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલોમાં ઓક્સિજન સપોર્ટ, વેન્ટિલેટર, ઈંટેન્સિવ કેર જેવી સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવી છે. એ સાથે જદિવ્યાંગોની સારવારનો વિચાર કરીને મેડિકલ ક્ષેત્રની અદ્યતન સારવાર પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવશે.

સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન : એક જ છત હેઠળ વિવિધ પ્રકારના દિવ્યાંગોને શિક્ષણ, પ્રશિક્ષણ અને સેવા સુવિધા ઉપલબ્ધ કરી આપતા ઈટીસી સેંટર દ્વારા નવી મુંબઈ મહાપાલિકાના વખાણ રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્તરે થઈ રહ્યા છે ત્યારે ખાસ વિચાર કરીને આ રીતની કોવિડ-૧૯ કોરોનાગ્રસ્ત દિવ્યાંગો માટે હોસ્પિટલ શરૂ કરીને સામાજિક જવાબદારી નિભાવવાનો પ્રયત્ન કરવામાં આવશે.

6000 બેડની વ્યવસ્થા

અત્યારે નવી મુંબઈ મહાપાલિકાએ શહેરમાં કોરોનાના દર્દીઓ પર સારવાર કરવા મહાપાલિકા હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલો મળીને ૬૦૦૦ બેડની વ્યવસ્થા કરી છે. વાશીના સિડકો એક્ઝિબિશન સેંટરમાં ૧૨૦૦ બેડની કોરોના હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. ૧૩૦૦ ઓક્સિજન બેડ, ૨૨૫ વેન્ટિલેટર, ૧૨૫ આઈસીયુ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here