વડોદરા : મહાનગરપાલિકાના કાર્યપાલક ઇજનેર સંક્રમિત, વધુ 5 દર્દીના મોત, કુલ કેસઃ9918, કુલ 8269 દર્દી રિકવર થયા

0
6

વડોદરા શહેરમાં કોરોના વાઇરસની સારવાર દરમિયાન આજે વધુ 5 દર્દીના મોત થયા છે. જેમાં માંજલપુરના 60 વર્ષના વૃદ્ધ, વાઘોડિયાના 55 મહિલા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 2 કોરોનાગ્રસ્ત દર્દીઓ સહિત 5 દર્દીના મોત થયા છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકાના એક કાર્યપાલક ઇજનેર પણ કોરોના સંક્રમિત થયા છે.

કોરોનાના કેસનો કુલ આંક 9918 ઉપર પહોંચ્યો

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 9918 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 164 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 8369 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1385 એક્ટિવ કેસ પૈકી 148 દર્દી ઓક્સિજન ઉપર અને 58 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1179 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં મંગળવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ ફતેપુરા, નવાપુરા, કારેલીબાગ, નવાયાર્ડ, નવીધરતી, દંતેશ્વર, સમા, માણેજા, તરસાલી, માંજલપુર, યમુનામીલ, ગાજરાવાડી, ગોરવા, સુભાનપુરા, અટલાદરા, ગોત્રી, અકોટા, જેતલપુર, છાણી, ગોકુલનગર, કપુરાઇ, વારસીયા, ગાજરાવાડી, સવાદ
ગ્રામ્યઃ પીપળીયા, ડેસર, ડભોઇ, વેમાલી, ભાયલી, ઉંડેરા, કરજણ, સાવલી, પાદરા, શિનોર

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2352 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 9918 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1613, પશ્ચિમ ઝોનમાં 1602, ઉત્તર ઝોનમાં 2352, દક્ષિણ ઝોનમાં 1935, વડોદરા ગ્રામ્યમાં 2380 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 3830 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 3830 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 3816 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 8 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન ક્વોરન્ટીન છે.

વડોદરામાં 67,340 લોકો રેડ ઝોનમાં

વડોદરા શહેરમાં અત્યારે 17,655 ઘરમાં 67,340 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 35,296 ઘરમાં 1,20,333 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 38,197 ઘરમાં 1,38,955 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here