Sunday, November 28, 2021
Homeરાજકોટ : મનપા સેનેટરી ઈન્સ્પેક્ટર 6 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા
Array

રાજકોટ : મનપા સેનેટરી ઈન્સ્પેક્ટર 6 હજારની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા

રાજકોટમાં કોઠારીયા રોડ ઉપર હુડકોની વોર્ડ ઓફિસમાં ફરજ બજાવતા કાયમી સ્વિપરની હાજરી પુરી બતાવવા મામલે મનપા સેનેટરી ઈન્સપેક્ટર રૂપિયા 6 હજારની લાંચ લેતા ACBના રંગે હાથ ઝડપાઈ ગયા છે. લાંચ લેનાર મનપાના સેનેટરી ઈન્સ્પેક્ટરને ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે.

હાજરી પુરવા અંગે રૂપિયા 7000ની લાંચ માંગી હતી

ઘટનાની વિગત અનુસાર રાજકોટ મનપા ઓફીસ ખાતે કાયમી સ્વીપર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ પોતાની અધૂરી હાજરી હોવાથી તેની પુરી હાજરી ગણાવવા માટે સેનેટરી ઇન્સ્પેકટર મૃગેશભાઇ આબાદસિંહ વસાવાને વાત કરી હતી. પરંતુ સેનેટરી ઈન્સ્પેક્ટરે પોતાના હોદાનો દુરપયોગ કરી, હાજરી પુરવા અંગે રૂપિયા 7000ની લાંચ માંગી હતી. સ્વીપર અને ઇન્સ્પેકટર વચ્ચે રકઝકને અંતે 6000 રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પરંતુ સ્વિપરને આ લાંચ આપવી ન હોય જેથી ACB ઓફિસમાં ફરિયાદ કરી હતી. જે બાદ ACBના માર્ગદર્શન હેઠળ નક્કી થયા મુજબ મયૂરધ્વજસિંહ સરવૈયા અને તેમનો સ્ટાફ વોર્ડ નંબર 16ની હુડકો વોર્ડ ઓફિસ બહાર ગોઠવાઈ ગયો હતો. ફરિયાદીએ વોર્ડ ઓફિસમાં સેનેટરી ઇન્સ્પેકટર વસાવાને 6000 રૂપિયાની લાંચ આપતા જ ACBનો સ્ટાફ ત્રાટક્યો હતો અને ઇન્સ્પેકટર વસાવાને લાંચ લેતા રંગેહાથ ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments