હત્યા : યુવતીને માથાના ભાગે તથા મોઢાના ભાગે લાકડીઓ મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી

0
0

દાહોદના ધાનપુર તાલુકાના ડુમકા ગામે એક ઈસમે એક યુવતી સાથે અગમ્ય કારણોસર ઝઘડો તકરાર કરી હતી. ત્યારબાદ એકદમ ઉશ્કેરાઇ જઇ યુવતીને માથાના ભાગે તથા મોઢાના ભાગે લાકડીઓ મારી ઘટનાસ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દેતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો અને ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

ધાનપુર તાલુકાના ડુમકા ગામે નીચવાસ ફળિયામાં રહેતા વિક્રમ ઉર્ફે લાલો નરસિંહ પસાયાએ દેવગઢ બારિયા તાલુકાના કોળીના પુવાળા ગામે રહેતી મીનાબેન સાથે અગમ્ય કારણોસર તકરાર કરી હતી.

વિક્રમ ઉર્ફે લાલો એકદમ ઉશ્કેરાઇ જઇ પોતાની સાથે લાવેલી લાકડી વડે મીનાબેનના માથાના ભાગે ત્રણ-ચાર ફટકા માર્યા હતા. જેને, પગલે મીનાબેનને માથાના ભાગે લોહી લુહાણ થઇ ગયું હતું અને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટના સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજાવી થયું હતું. જ્યારે આરોપી ફરાર થઇ ગયો હતો.

આ સંબંધે કોળીના પુવાળા ગામે રહેતા ગોવિંદભાઈ કાગાભાઈ ભાભોરે ધાનપુર પોલીસ મથકે વિક્રમ ઉર્ફે લાલો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here