હત્યા કેસ : બાળકોની હત્યાના આરોપી ત્રણ શખ્સોને જાહેરમાં તાલિબાની સજા આપવામાં આવી

0
0

યમનની રાજધાની સનામાં હૂથી બળવાખોરો દ્વારા બાળકોની હત્યાના આરોપી ત્રણ શખ્સોને જાહેરમાં તાલિબાની સજા આપવામાં આવી છે. સના પર આ બળવાખોરોનો કબજો છે અને તેઓએ અહીં જાહેરમાં ત્રણ લોકોને ગોળીઓ ધરબીને હત્યાના કેસમાં સજા આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

આ ઘટનાની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. દાવો થઇ રહ્યો છે કે બાળકોના હત્યારા ત્રણ શખ્સોને બળવાખોરોએ ઝડપી લીધા હતા અને બાદમાં સના શહેરમાં જાહેરમાં લોકોના ટોળા વચ્ચે તેમને ગોળીઓ ધરબી મારી નાખ્યા હતા.

જમીન પર હાથ બાંધેલી હાલતમાં આ હત્યારાઓને પહેલા પેટના ભાગે સુવડાવવામાં આવ્યા હતા, બાદમાં તેમની પીઠ પાછળ બળવાખોરોએ બંદુક રાખીને અનેક ગોળીઓ ધરબી દીધી હતી. એક બાદ એક એમ ત્રણ શખ્સોને આ રીતે સજા આપી મારી નાખ્યા હતા.

બાદમાં તેમના મૃતદેહને કપડામાં લપેટી તેનો નિકાલ કર્યો હતો. યમનમાં પહેલી વખત આ રીતે જાહેરમાં સજા આપવાની ઘટના સામે આવી છે. ગોળીઓ ધરબતી વેળાએ બળવાખોરો હસી રહ્યા હતા અને સુત્રોચ્ચાર પણ કર્યા હતા. આ ઘટનાની તસવીરો અને વીડિયો લઇને બાદમાં ફેલાવવામાં આવ્યા હતા કે જેથી લોકોમાં ભય ફેલાવી શકાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here