સુરત : ઉધના વિસ્તારમાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો ! આફ્રિકામાં બેઠા એક બાતમીદારે આપી હતી સોપારી

0
0

હત્યાની ઘટનામાં દક્ષિણ આફ્રિકાનું કનેક્શન નીકળતા પોલીસ ચોંકી ઉઠી

કતારગામના 17 વર્ષીય તરુણ સહિત સાત લોકોની ધરપકડ

સુરતના ઉધના વિસ્તારમાં યુવાનની હત્યા મામલે ચોંકાવનારી વિગતો સામે આવી છે. પટેલ નગરમાં રિક્ષામાં સુતેલા યુવાનની ચપ્પુના ત્રણ થી ચાર ઘા ઝીંકી હત્યા કરી નાખવામાં આવી હતી. આ આ મામલે પોલીસ તપાસમાં એવી વિગતો સામે આવી છે કે ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી છે.

દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા બાતમીદારની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે પોલીસે સોપારી લેનાર કતારગામના 17 વર્ષીય તરુણ સહિત સાત લોકોની ધરપકડ કરી છે.

જણાવી દઈએ કે, સુરતના ઉધના સ્થિત પટેલ નગર વિસ્તારમાં શુક્રવારના રોજ વહેલી સવારે હત્યાની ઘટના સામે આવી હતી. પટેલ નગર નજીક શિવનગરમાં રહેતો અને રીક્ષા ચલાવતો 22 વર્ષીય વિશાલ ઉર્ફે બાબુ ગણપતભાઈ પવાર રીક્ષામાં સૂઈ રહ્યો હતો તે દરમિયાન રાત્રિ ચપ્પુના ત્રણથી ચાર ઘા મારી મોતને ઘાત ઉતારી દેવાયો હતો. ઇજાગ્રસ્ત હાલતમાં તરફડીયા મારતો વિશાલ રીક્ષાની બહાર આવ્યો હતો અને ઇલેક્ટ્રોનિક્સની દુકાનની બહાર તેણે દમ તોડી દીધો હતો.

હત્યાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસમાં લાગી ગઇ હતી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. વિશાલની હત્યા માથાભારે છાપ ધરાવતા લબરમૂછીયાઓ મોહંમદ સમીર, રોહિત અને અન્ય એક ઇસમે કરી હોવાની હકીકત પોલીસની તપાસમાં બહાર આવી હતી. બાતમીના આધારે તપાસ બાદ સાત આરોપીઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તેમાં ખુલાસો થયો હતો કે, પટેલ નગરમાં રહેતા સલીમ અલી પટેલ અને તેના બે દીકરા એક માસ અગાઉ મારામારીના ગુનામાં જેલમાં ગયા હતા. મૃતક વિશાલ તેમની સાથે જ ફરતો હતો. પરંતુ બાદમાં તે સલીમની સામેની પાર્ટી સાથે ફરવા માંડતા તેણે ગદ્દારી કરી છે તેમ કહી સલીમ પટેલના દક્ષિણ આફ્રિકામાં રહેતા પુત્ર મોહસીને વિશાલની હત્યાની સોપારી આપી હતી.

આ વિશે સુરત પોલીસના એસીપી એ.પી. પરમારે જણાવ્યું કે, દક્ષિણ આફ્રિકામાં બેઠા બેઠા હત્યા કરાવનાર મૌસીન સુરત રહેતી માતાના વોટ્સએપ મોબાઈલ પર કોલ કર્યો હતો. જ્યાં આરોપીને વોટ્સએપ કોલ દ્વારા જ સોપારી આપવા વાત કરતા હત્યાનો આ પ્લાન ઘડી નાખવામાં આવ્યો હતો. જોકે ઉધના પોલીસ દ્વારા હાલ આરોપી મૌસીન સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવાની દિશામાં તજવીજ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here