વડોદરા : સાવલી પાસે રણીયા પોઇચા ગામના ભાગોળમાં યુવાનની હત્યા, ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી

0
8

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના રાણીયા પોઇચા ગામમાં એક યુવકની હત્યાને પગલે ચકચાર મચી ગઇ છે. રાણીયા પોઇચા ગામની ભાગોળમાં મુકવામાં આવેલા બાંકડા પર એક યુવકનો મૃતદહ પડ્યો હતો. જેની જાણ ગ્રામજનોને થતાં આખુ ગામ ઉમટી પડ્યું હતું અને ગ્રામજનોએ બનાવની જાણ પોલીસને કરતા ભાદરવા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને મૃતદેહ અંગેની તપાસ કરતા તે મૃતદેહ કિરીટભાઇ ડાભી નામના યુવાનનો હોવાનું બહાર આવ્યું છે. પોલીસ મૃતદેહનો કબજો મેળવી પોસ્ટ મોર્ટમ અર્થે સાવલીના સરકારી દવાખાનામાં મોકલી આપ્યો છે. યુવકની હત્યા કયા કારણોસર કરવામાં આવી છે. તે અંગે ભાદરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here