સુરત : પબજી ગેમમાં પોઈન્ટ ટ્રાન્સફર કરવાના ઝઘડામાં 11 વર્ષના કિશોરની હત્યા

0
0

પાંડેસરામાં પબજી ગેમ રમવાની બાબતે આકાશ નામના 11 વર્ષીય કિશોર સાથે તેના 19 વર્ષીય મિત્રનો ઝઘડો થતાં તેણે કિશોરનું ગળુ દબાવી હત્યા કરી હતી. આકાશ પરિવારનો એક માત્ર પુત્ર હતો. પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી હત્યારાની પૂછપરછ શરૂ કરી છે. મૃતકે પબજી ગેમમાં હત્યારાના આઇડીમાંથી પોઇન્ટ ટ્રાન્સફર કર્યાની બાબતે ઝઘડો કર્યો હતો.

વહાલસોયા એક માત્ર દીકરાની હત્યાથી હતપ્રભ થયેલી માતા અને પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.
(વહાલસોયા એક માત્ર દીકરાની હત્યાથી હતપ્રભ થયેલી માતા અને પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો.)
આકાશની હત્યા કર્યા બાદ હત્યારા અમન સુરેશ શિવહરે(જીવનદીપ સોસા, પાંડેસરા, મૂળ ઝારખંડ) લાશને પોતાના ઘરમાં પલંગ નીચે ચાદર ઓઢાડી ભાગી ગયો હતો. રાત્રે હત્યારાનો રૂમ પાર્ટનર નોકરીથી આવી સુવા માટે ચાદર લેવા ગયો ત્યારે લાશ જોઇ હતી. રૂમ પાર્ટનરે પડોશીને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. હત્યારો કિશોરને શોધખોળ કરવા મૃતકના પરિવારની સાથે આવ્યો હતો.

 

શારીરીક શોષણની તપાસ માટે સેમ્પલ લીધાં છે

ગળે ટુપો આપી હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. આ સિવાય બાળકના મોઢામાંથી ફીણ નીકળ્યા હોવાથી ઝેર આપ્યું છે કે નહી તે માટે સેમ્પલ લીધા છે. તેવી જ રીતે બાળક સાથે શારીરીક બળજબરી થઈ છે કે કેમ તેની તપાસ માટે પણ સેમ્પલ લીધા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. – ડો.ગણેશ ગોવેકર, ફોરેન્સિક વિભાગના વડા, નવી સિવિલ

ફર્સ્ટ પર્સન: ‘મમ્મી પરોઠા બનાકે રખ, મેં 15 મિનિટ મેં ખેલ કે આતા હું’ કહી નિકળેલો આકાશ આવ્યો જ નહીં

હું સંતોષ અજય તિવારી પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડના હીરાનગરમાં ભાડેથી રહું છું. મારો પુત્ર આકાશ સવારે 11 વાગ્યે ઘરેથી મારી પત્નીને ‘મમ્મી મેરે લીયે પરોઠા બનાકે રખ, મે 15 મિનિટ મેં ખેલ કે આતા હું, ત્યાર બાદ તે ન આવતા શોધખોળ કર્યા બાદ મારી પત્નીએ મને ફોનથી આકાશ ગુમ થયાનું જણાવ્યું. સાંજે 6 વાગ્યા સુધી તેની કોઇ માહિતી ન મળતા હું પાંડેસરા પોલીસ સ્ટેશને ગયો, પોલીસે રાત્રે 9.30 વાગ્યે ફરિયાદ લીધી. શોધખોળ દરમિયાન એક શખ્સે અમને એક રૂમમાં લઈ ગયા,જ્યાં પલંગનીચે આકાશની લાશ હતી. આવતા મહિને આકાશને તેના જન્મ દિવસ પર સાયકલ ગીફ્ટમાં આપવાનું નક્કી કર્યુ હતું, – મૃતકના પિતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here