અમૃતસર : લોખંડના સળિયાથી પત્નીની હત્યા : દીકરીનું ગળું દબાવ્યું અને પોતે પણ ફાંસી લગાવી જીવન ટૂંકાવ્યું.

0
7

અમૃતસરમાં એક દર્દનાક ક્રાઈમની ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ તેના ઘરમાં થતા ઝઘડા અને કકળાટથી પરેશાન થઈને પોતાની પત્ની અને દીકરીની હત્યા કરી દીધી હતી અને અંતે તેણે પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી.

રોજ રોજ થતા ઝઘડા ઘટનાનું મૂળ કારણ

મહેતા ચોકની પાસે એક વ્યક્તિએ રોજ રોજના ઝઘડા અને કંકાસથી કંટાળીને શુક્રવાર સાંજે પહેલા પોતાની પત્નીના માથે રૉડ મારીને તેની હત્યા કરી દીધી છે; ત્યાર પછી આરોપીએ તેની આઠ વર્ષની દીકરીનું ગળુ દબાવી દીધું હતું.

ત્યાર પછી મહિન્દર સિંહ નામની વ્યક્તિએ પોતાની જાતને ફાંસીના ફંદા પર લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાની માહિતી મળતાં જ સિનિયર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહો કબજે લીધા હતા. એકસાથે ત્રણ લોકોનાં મોતની માહિતી મળતાં આસપાસના વિસ્તારમાં આઘાત ફેલાઈ ગયો છે. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.

પોલીસે તપાસ શરૂ કરી

ઈન્સ્પેક્ટર મનજિંદર સિંહે જણાવ્યું હતું કે મહિન્દર સિંહની આર્થિક તંગીને કારણે તેની પત્ની જ્યોતિ ઘરમાં ખૂબ ઝઘડા કરતી હતી. આસપાસના લોકોને પણ ખ્યાલ હતો કે તેની પત્ની કોઈ ને કોઈ વાતને લઈને ઝઘડા કરતી હતી. એ દિવસે પણ મહિન્દર અને જ્યોતિનો ઝઘડો થયો હતો અને બંનેમાં ઝઘડો એટલો વધી ગયો કે મહિન્દરે લોખંડના રૉડથી જ્યોતિના માથા પર હુમલો કર્યો અને તેની હત્યા કરી દીધી હતી. જ્યારે નાની બાળકી તેની માતાને બચાવવા પહોંચી ત્યારે પિતાએ દીકરી ગુરપ્રીતનું પણ ગળું દબાવીને હત્યા કરી દીધી હતી. ત્યાર પછી તેણે પોતે પણ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here