અમદાવાદ : મેમ્કો બ્રિજ નીચે થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, પાંચ આરોપીઓની ધરપકડ

0
11

શહેરના મેમકો બ્રિજ નીચે યુવકની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ ગુનામાં સામેલ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નરોડા પાસે આવેલા મેમકો બ્રિજ નીચે 36 વર્ષીય યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. આ મામલે બે સગીર આરોપી સહિત 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. મૃતકે ઉંચા અવાજે તેમજ ગાળો ન બોલવનું કહેતા આરોપીઓ ઉશ્કેરાઇ ગયા હતા. અને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસનું કહેવું છે કે આરોપીઓ પ્રેમનગર વિસ્તાર ના સ્થાનિક રહેવાસી હોવાથી ઘટના સ્થળ પર બેઠક ધરાવે છે. આરોપીઓ આ જગ્યા પર બેઠા હતા અને ગાળો બોલી રહ્યા હતા. જો કે આ સમયે ત્યાં સૂઈ રહેલા મરણજનાર રામલખનસિંહ ભદોરીયા ઊંઘમાંથી જાગી ગયા હતા. અને તેમને આરોપી ઓને ગાળો બોલવાની ના પાડી હતી.

જેથી આરોપી ઓ ઉશ્કેરાઈ ગયા હતા અને રામલખનસિંગને માર માર્યો હતો. પકડાયેલા આરોપીઓમાંથી અમરેશ ચૌહાણ નામના આરોપીએ મૃતકને પેટના અને માથાના ભાગે છરીના ઘા મારી દેતા તેને ગંભીર ઇજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

મૂળ ઉત્તરપ્રદેશનો છે અને છેલ્લા અનેક મહિનાઓથી બાપુનગર ખાતે તેની બહેનના ઘરે રહેતો રામલખનસિંહ ભદોરીયાની માનસિક અસ્થિર હોવાથી તેની સારવાર ચાલી રહી હતી. સારવાર માટે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યો હતો. બાપુનગર પાસે આવેલા શ્યામશિખર ટાવર નજીક પોતાની બહેન પાસે રહેતો હતો.

જો કે 17મી સપ્ટેમ્બરના રોજ રામલખનસિંહ બહેનના ઘરેથી પોતાના વતન જવા માટે બેગ લઈને નીકળ્યો હતો. વહેલી સવારે તેની લાશ મેમ્કો બ્રિજ નીચેથી મળી આવી હતી. રામલખનના શરીર પર ઇજાના નિશાન હતા. બનાવ અંગે શહેરકોટડા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

તપાસમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી પાંચ આરોપીઓને દબોચી લીધા છે. પકડાયેલા આરોપીઓમાંથી બે આરોપીઓ સગીરવયના છે. જ્યારે અન્ય ત્રણ આરોપી રાકેશ કુશવાહ, અમરેસ ચૌહાણ અને વિનોદ શર્મા નામના આરોપીઓની ધરપકડ કરી છે.

આરોપીએ નશાની હાલતમાં એકબીજાને ગાળો આપી મશ્કરી કરતા હતા. જેથી મૃતક યુવકે આ શખ્સોને અવાજ ઓછો કરવાનો કહેતા તમામ યુવકો ઉશ્કેરાઈ ગયા અને અમરેશ ચૌધરી નામના શખ્સે નશાની હાલતમાં રામલખનસિંહને ચપ્પુના ઘા મારતા યુવકનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here