બોલિવૂડ : મ્યૂઝિક ડિરેક્ટર પ્રીતમના પિતાનું નિધન, સિંગર કૈલાશ ખેરે ટ્વીટ કરીને માહિતી આપી

0
0

મુંબઈ. બોલિવૂડના જાણીતા મ્યૂઝિક ડિરેક્ટર પ્રીતમના પિતા પ્રબોધ ચક્રવર્તીનું નિધન થયું હતું. સોશિયલ મીડિયામાં સિંગર કૈલાશ ખેરે આ અંગે ટ્વીટ કરી હતી.

કૈલાશ ખેરે ટ્વીટ કરી

કૈલાશ ખેરે પ્રીતમ સાથેની એક તસવીર શૅર કરી હતી. તેણે ટ્વીટ કરી હતી, ‘મારા પ્રિય મિત્રના પિતાજી દેવલોક થયા છે. દિવંગત આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના. પરિવારને હિંમત મળે તેવી મનોકામના. પ્રીતમ મારા ભાઈ, ઈશ્વરનું નામ લેવું એ આ સમયની જરૂરિયાત છે. ઓમ નમોઃ શાંતિ, હરિ ઓમ…’

પ્રીતમ તથા કૈલાશે આ ફિલ્મમાં સાથે કામ કર્યું છે

પ્રીતમ તથા કૈલાશ ખેરે ફિલ્મ ‘ચોકલેટ’ (2005), ‘નક્શા’ (2006) તથા ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ (2009)માં સાથે કામ કર્યું હતું.

પ્રીતમની વાત કરીએ તો તે છેલ્લાં બે દાયકાથી બોલિવૂડ ફિલ્મમાં સંગીત આપે છે. ‘ધૂમ’, ‘આંખે’, ‘વો લમ્હે’ તથા ‘અપના સપના મની મની’ જેવી ફિલ્મમાં સંગીત આપ્યું છે. વર્ષ 2007માં આવેલી ફિલ્મ ‘લાઈફ ઈન અ મેટ્રો’માં સંગીત આપ્યા બાદ પ્રીતમને ઓળખ મળી હતી. આ ફિલ્મ બાદ પ્રીતમ ઈન્ડસ્ટ્રીના લીડિંગ ફિલ્મ કમ્પોઝરની યાદીમાં સામેલ થયો હતો. પ્રીતમે ‘ભૂલ ભુલૈયા’, ‘જબ વી મેટ’, ‘રેસ’, ‘બિલ્લુ’, ‘બરફી’ જેવી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. પ્રીતમના અપકમિંગ પ્રોજેક્ટની વાત કરીએ તો ‘લાલસિંહ ચઢ્ઢા’, ‘બ્રહ્માસ્ત્ર’ તથા ‘83’ જેવી ફિલ્મમાં સંગીત આપ્યું છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here