ફ્લેટની જાહેરાત પર વિવાદ : મુંબઈમાં જાહેરાતમાં લખ્યું- મુસલમાનોને ઘર નહિ મળે, પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ ભાજપ અને સંઘ પર નિશાન સાધ્યું

0
7

મુંબઈના ખાર વિસ્તારમાં એક 3BHK ફ્લેટને ભાડે આપવાની જાહેરાતને પગલે વિવાદ સર્જાયો છે. ફેસબુક પર પોસ્ટ કરવામાં આવેલી આ જાહેરાતમાં લખવામાં આવ્યું છે કે મુસ્લિમો અને પાલતુ પ્રાણીઓને પાળનારને આ ઘર ભાડે આપવામાં આવશે નહિ. આ અંગે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ પણ વાંધો વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને ભાજપ અને આરએસએસની વિચારધારા પર નિશાન સાધ્યું છે.

પત્રકાર રાણા અયૂબે કહ્યું- શું આ રંગ ભેદ નથી ?

ફલેટની જાહેરાત ઉન્મેષ પાટીલે આપી છે. પત્રકાર રાણા અયૂબે આ જાહેરાતને લઈ ટ્વીટ કરીને લખ્યું છે કે આ એડ્રેસ મુંબઈ અને બાન્દ્રાના પોશ વિસ્તારોમાંનું છે. આ 20મી સદીનું ભારત છે. મને યાદ કરાવો કે શું આપણે કમ્યુનલ દેશ નથી ? મને જણાવો કે શું આ રંગભેદ નથી ?

સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં કેટલાક લોકોએ જાહેરાત આપનારનો બચાવ કરતાં કહ્યું હતું કે આ ખાનગી સંપત્તિ છે અને માલિકનો અધિકાર છે કે તે આ ફલેટ કોને ભાડે આપવા માગે છે. કેટલાક લોકોએ એવી જાહેરાતો પણ ટ્વીટમાં કરી, જેમાં મુસ્લિમને જ મકાન આપવાની વાત લખવામાં આવી હતી.

રાણા અયૂબે પોતાની વાત શેર કરતાં લખ્યું હતું કે તેને પણ બાન્દ્રામાં ભાડે ઘર લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેમના નામ પરથી ધર્મનો ખ્યાલ આવતો નથી, પરંતુ જ્યારે મકાનમાલિક તેમનું ઉપનામ સાંભળે છે તો અલગ-અલગ બહાના કાઢીને તેમને ટાળે છે.

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ તેને RSSની વિચારધારા ગણાવી

રાણાએ આ ટ્વીટનું રી-ટ્વીટ કરીને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ ડો. આરિફ અલ્વીએ આ જાહેરાતને ભાજપ અને RSSની વિચારધારા સાથે જોડી દીધી. તેમણે લખ્યું છે કે 21મી સદીમાં આ અધિકારિક રૂપથી સ્વીકારવામાં આવેલો ભેદભાવ છે. ભાજપ અને RSS જેવી કટ્ટર વિચારધારાવાળા જ આવી પરવાનગી આપી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here