વડોદરા : સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સોસાયટીઓમાં જઇને શાકભાજીનું વેચાણ શરૂ, મુસ્લિમો જુમ્માની નમાઝ ઘરમાં જ અદા કરશે

0
5
  • મોલ-વેપારીઓ જીવન જરૂરીયાતની વસ્તુઓની હોમ ડિલિવરીથી કરશે
  • વડોદરાના 8 કોરોના પોઝિટિવ કેસ પૈકી 2ના રિપોર્ટ નેગેટિવ, રિ-ટેસ્ટિંગ માટે મોકલાયા
  • રિ-ટેસ્ટિંગમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને રજા આપીને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાશે

ટ્રેક્ટરમાં શાકભાજીનું વેચાણ

વડોદરા : કોરોના વાઈરસના લોકડાઉનને પગલે એપીએમસી અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત પ્રયાસથી સોશિયલ ડિસ્ટન્સિંગ માટે સોસાયટીઓમાં જઇને શાકભાજી વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. જેને કારણે લોકોએ સોસાયટીની બહાર નીકળવુ નહીં પડે. ઉલ્લેખનિય છે કે, આજથી વડોદરાના તમામ મોટા શાકભાજી માર્કેટ બંધ કરી દેવામાં આવ્યા છે.

મુસ્લિમો જુમ્માની નમાઝ ઘરમાં અદા કરશે 

લોકડાઉનને પગલે આજે મુસ્લિમ બિરાદરો જુમ્માની નમાઝ ઘરમાં જ અદા કરશે. કોરોના વાઈરસની પરિસ્થિતિને પગલે મુસ્લિમ બિરાદરોએ મળીને મસ્જિદમાં નમાઝ નહીં પઢવાનો નિર્ણય કર્યો છે અને લોકોને ઘરમાં જ નમાઝ અદા કરવાની અપીલ કરી છે. આ ઉપરાંત વડોદરાના મોલ અને કરિયાણાના વેપારીઓ દ્વારા જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓની હોમ ડિલિવરી કરવામાં આવશે તેવો નિર્ણય કરાયો છે.

200 સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી

વડોદરા શહેરમાં સેનિટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં પહેલા દિવસે શહેરના 12 વહીવટી વોર્ડની 200 જેટલી સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 70 હજાર લિટર પાણી અને 12 હજાર લિટર કેમિકલ નાખીને સેનિટાઈઝની કામગીરી કરાઇ રહી છે. વડોદરા ફાયર બ્રિગેડ અને વડોદરા મહાનગરપાલિકાની ટીમો દ્વારા સેનિટાઈઝની કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં શહેરની તમામ સોસાયટીઓમાં સેનિટાઈઝની કામગીરી કરવામાં આવશે.

8 કોરોના પોઝિટિવ પૈકી 2ના રિપોર્ટ નેગેટિવ, રિ-ટેસ્ટિંગ માટે મોકલાયા

વડોદરા શહેરમાં અત્યાર સુધી કોરોના વાઈરસના 8 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 47 લોકો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. કોરોના પોઝિટિવ 7 દર્દીઓની સારવાર સયાજી હોસ્પિટલમાં થઇ રહી છે. જ્યારે એક દર્દીની સારવાર ગોત્રી જનરલ હોસ્પિટલમાં ચાલી રહી છે. વડોદરાના 8 કોરોના પોઝિટિવ કેસ પૈકી 2ના રિપોર્ટ નેગેટિવ, રિ-ટેસ્ટિંગ માટે મોકલાયા છે. રિ-ટેસ્ટિંગમાં રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમને રજા આપીને હોમ ક્વોરેન્ટાઈનમાં રખાશેય

સેનિટાઈઝ કરવાની કામગીરી

મોલ અને વેપારીઓ દ્વારા જીવન જરૂરીયાતની વસ્તુઓની હોમ ડિલિવરી થશે

વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે લોકોને ફોન પર લખાવેલા ઓર્ડર પ્રમાણે ઘેર બેઠા જીવન જરૂરી ચીજ વસ્તુઓ મળી રહે અને બહાર નીકળવાની આવશ્યકતા શક્ય તેટલી ઘટે તે માટે હોમ ડિલિવરીની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા મેગા મોલ અને મેગા સ્ટોર્સના સંચાલકો સાથે બેઠક યોજી હતી. જેને હકારાત્મક અને પ્રોત્સાહક પ્રતિસાદ મળ્યો છે અને હોમ ડિલિવરીની યોગ્ય વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. મોલ અને કરિયાણાના વેપારીઓની યાદી નીચે મુજબ છે.

હોમ ડિલિવરી આપનારા મોલ અને કરિયાણાના વેપારીઓની યાદી