Friday, March 29, 2024
Homeમ્યુચ્યુઅલ ફંડ : સેબીએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે વિદેશી રોકાણ મર્યાદા વધારી
Array

મ્યુચ્યુઅલ ફંડ : સેબીએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે વિદેશી રોકાણ મર્યાદા વધારી

- Advertisement -

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે વિદેશી રોકાણ મર્યાદા 600 મિલિયન ડોલરથી વધારી 1 અબજ ડોલર થઈ છે. હાલ એકંદરે મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રીની મર્યાદા 7 અબજ ડોલર છે. મર્યાદામાં વૃદ્ધિથી મ્યુચ્યુઅલ ફંડ વિદેશી સિક્યોરિટીઝમાં રોકાણ હિસ્સો વધારશે.

મ્ય્ચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી દ્રારા વિદેશી રોકાણ મર્યાદા વધારવાની અપીલને આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેબીએ જણાવ્યુ હતુ કે, મ્યુચ્યુઅલ ફંડ્સની કુલ 7 અબજ ડોલરની વિદેશી રોકાણ મર્યાદા સાથે મ્યુચ્યુઅલ ફંડ દીઠ 1 અબજ ડોલરનુ રોકાણ કરી શકશે. જે ઓવરસિઝ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (ઈટીએફ)માં મ્યુચ્યુઅલ ફંડદીઠ મહત્તમ 300 મિલિયન ડોલરનુ રોકાણ કરી શકશે.

ઈન્ડસ્ટ્રીની કુલ મર્યાદા 1 અબજ ડોલર રહેશે. જે અગાઉ ફંડ હાઉસદીઠ 200 મિલિયન ડોલર હતી. નવી રોકાણ મર્યાદા તાત્કાલિક ધોરણે અમલી બનાવાશે. મ્યુચ્યુઅલ ફંડ્સે વિદેશી સિક્યોરિટીઝ અને ઈટીએફમાં રોકાણ કરવાના હેતુ સાથે નવી સ્કીમ્સ લોન્ચ કરી રહ્યુ છે.

સ્કીમ ડોક્યુમેન્ટ્સમાં અમુક ઈન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ કરવાની યોજના જારી કરવામાં આવી છે. ન્યૂ ફંડ ઓફરના સ્કીમ ડોક્યુમેન્ટ્સ તેમજ જારી સ્કીમ્સમાં રોકાણ મર્યાદા જારી કરવામાં આવશે.

ઓવરસીઝ ETFમાં રોકાણ મર્યાદા ચાર ગણી કરી
સેબીએ ગત વર્ષે નવેમ્બર, 2020માં પ્રત્યેક મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે વિદેશી રોકાણ મર્યાદા 300 મિલિયન ડોલરથી બમણી વધારી 600 મિલિયન ડોલર કરી હતી. વોચડોગે વિદેશી ઈટીએફમાં પણ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સની રોકાણ મર્યાદા 50 મિલિયન ડોલરથી ચારગણી વધારી 200 મિલિયન ડોલર કરી હતી. સ્કીમ ડોક્યુમેન્ટ્સમાં જારી મર્યાદા ન્યુ ‌ફંડ ઓફર્સની ક્લોઝર તારીખથી છ માસ સુધી માન્ય ગણાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular