વીજ કંપનીના 3100 કર્મચારીની મ્યુચ્યુઅલ બદલી બે વર્ષથી બંધ

0
23

ગાંધીનગર: ઊર્જા વિભાગ હસ્તકની ચાર વીજ વિતરણ કંપનીઓના કર્મચારીઓને લગ્ન અથવા અન્ય કારણોસર એક કંપનીમાંથી બીજી કંપનીમાં બદલી કરવા માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી વન ટાઇમ મ્યુચ્યુઅલ ટ્રાન્સફર પોલિસીના બે વર્ષ બાદ પણ 3100 કર્મચારીઓ હજુ બદલીની રાહ જોઇ રહ્યા છે.
કર્મચારીઓના વાલીઓએ આ મામલે ઊર્જા મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવ્યું છે કે ઊર્જા વિભાગે પોલિસી જાહેર કરી ત્યારે 4000 કર્મચારીઓએ બદલી માટે અરજી કરી હતી પરંતુ તેમાંથી માત્ર 900 કર્મચારીઓની મ્યુચ્યુઅલ ટ્રાન્સફર થઇ હતી. 3100 કર્મચારીઓ હજુ પણ બદલીની રાહમાં છે પરંતુ વીજ કંપનીઓ દ્વારા આદેશ કરવામાં આવતા નથી.


વીજ કંપનીઓમાં વધુ 2000 જેટલી જગ્યાઓ ઉપર નવી ભરતી કરવામાં આવી રહી છે ત્યારે જો આ બદલીઓ કરવામાં આવે તો કર્મચારીઓને રાહત મળે તેમ છે. કર્મચારીઓ સિનિયોરિટી સહિતના લાભો જતા કરવા તૈયાર હોવાનું પણ લેખિતમાં આપ્યું છે.
આ મામલે ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે એક કંપનીમાંથી બીજી કંપનીમાં ટ્રાન્સફર માટે જે-તે કેટેગરીની ઉપલબ્ધ જગ્યા અને સેટઅપ સહિતની બાબતો ધ્યાને લેવામાં આવતી હોય છે અને તે પ્રમાણે બદલીના આદેશ કરવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here