સુશાંત ડેથ કેસ : મુઝફ્ફરપુર કોર્ટે કરન જોહર, એકતા કપૂર સહિત સાત બોલિવૂડ સેલેબ્સને નોટિસ ફટકારી, કહ્યું- 21 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થાવ

0
0

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં બિહારની મુઝફ્ફરપુર કોર્ટે સાત બોલિવૂડ સેલેબ્સને કોર્ટમાં હાજર થવાનું કહ્યું છે. રિપોર્ટ પ્રમાણે, જજ રાકેશ માલવીયે કરન જોહર, આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, સાજિદ નડિયાદવાલા, એકતા કપૂર, ભૂષણ કુમાર તથા દિનેજ વિજનને આદેશ આપ્યો છે કે 21 ઓક્ટોબરના રોજ તેઓ જાતે કોર્ટમાં હાજર રહે અથવા તો વકીલને નિવેદન નોંધાવવા માટે મોકલે.

આ પહેલા સાત ઓક્ટોબરે બોલાવ્યા હતા
આ પહેલા કોર્ટે સલમાન ખાન સહિતના સેલેબ્સને સાત ઓક્ટોબરના રોજ સુનાવણીમાં હાજર રહેવાનું કહ્યું હતું. તે સમયે સલમાનના વકીલ સાકેત તિવારીએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો પરંતુ અન્ય કોઈ સેલેબ્સ હાજર રહ્યા નહોતા અને તેમના વકીલ પણ આવ્યા નહોતા. હવે કોર્ટે બાકીના સાત સેલેબ્સના એડ્રેસ પર નોટિસ મોકલી છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો તેઓ 21 ઓક્ટોબરના રોજ સુનાવણીમાં હાજર રહેશે નહીં તો એકપક્ષીય આદેશ આપી દેવામાં આવશે.

આઠ લોકો વિરુદ્ધ અરજી કરી હતી
17 જૂનના રોજ મુઝફ્ફરપુરના વકીલ સુધીર કુમાર ઓઝાએ સુશાંત કેસમાં આઠ લોકો વિરુદ્ધ કેસ કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. સુધીરે પોતાની અરજીમાં સલમાન ખાન સહિત આઠ લોકો પર આરોપ મુક્યો હતો કે આ તમામે સુશાંતને આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યો હતો.

સુધીરનો આક્ષેપ છે કે સુશાંતને અંદાજે સાત ફિલ્મમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો અને તેની કેટલીક ફિલ્મને રિલીઝ થવા દેવામાં આવી નહોતી. આ બધી વાતોથી દુઃખી થઈને સુશાંતે આત્મઘાતી પગલું ભર્યું હતું. સુધીરે આ તમામ પર IPCની કલમ 360, 109, 504 તથા 506 હેઠળ કેસ કરવાની અપીલ કોર્ટમાં કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here