MX પ્લેયર : રનઅવે લુગાઇના એપિસોડને 18 મે 2021થી વિના મૂલ્યે સ્ટ્રીમ કરાશે

0
8

જ્યારે તમારો પ્યાર ફરાર થઇ જાય છે ત્યારે શુ થાય છે, જેની MX પ્લેયરની આગામી ડ્રામેડી– રનઅવે લુગાઇ શોધ કરે છે. અવિનાશ દાસ દ્વારા દિગ્દર્શિત આ MX ઓરિજીનલ સિરીઝમાં નવીન કસ્તુરીયા, અવિનાશ દાસ દ્વારા દિગ્દર્શિત આ MX ઓરિજીનલ સિરીઝમાં નવીન કસ્તુરીયા, રુહી સિંઘ, સંજય મિશ્રા અને રવિ કિશનનો સમાવેશ કરાયો છે. દરેક એપિસોડને 18 મે 2021થી વિના મૂલ્યે સ્ટ્રીમ કરી શકાશે.

11 મે 2021 નાચ, ગાના, ખાના, પીના સાથે દુલ્હો અને તેની જાન અને પ્રતીક્ષા કરતી શર્મિલી દુલ્હન આ દરેક પરિસ્થિતિ બાદમાં એક ખુશી તરફ દોરી જાય છે. જ્યારે રજની, સુંદર, હિંમતવાન અને સ્વતંત્ર મિજાજવાળી બુલબુલને મળે છે ત્યારે આવુ જ કંઇક થાય છે, અને તેઓ લગ્ન કરવાનું નક્કી કરે છે. કમનસીબે કુદરતે રજની માટે કંઇક અલગ જ વિચાર્યુ હોય તેમ તેમના લગ્ન બાદ બુલબુલ ગૂમ થઇ જાય છે અને તેની કોઇ ભાળ મળતી નથી, અને આમ રમૂજી છતા રજનીની હૃદયને હચમચાવી મુકે તેવી એક સફરનો તેની ‘રનઅવે લુગાઇ’ની શોધનો પ્રારંભ થાય છે. અવિનાશ દાસ દ્વારા દિગ્દર્શિત આ MX ઓરિજીનલ સિરીઝમાં નવીન કસ્તુરીય, રુહી સિંઘ, સંજય મિશ્રા અને રવિ કિશનનો સમાવેશ કરાયો છે અને જ્યારે તમારો પ્યાર અચાનક ફરાર થઇ જાય છે ત્યારે શું થાય છે તેની શોધ કરે છે.

આ ડ્રામેડી (કે જે તેના સમાન નામથી ઘણી દૂર છે)માં નવીન કસ્તુરીયા રજનીકાત સિન્હા (રજની)નું પાત્ર ભજવે છે, અને સંજય મિશ્રા દ્વારા ભજવવામાં આવેલા પાત્ર સાંસદ નરેન્દ્ર સિન્હા એકનો એક પુત્ર છે, જે એક નમ્ર વ્યક્તિ છે અને સમગ્ર જીવન પોતાના પિતાના કહેવા પ્રમાણએ વ્યતીત કર્યુ હોય છે. રોષે ભરાયેલ, નિરાશ અને વધુ પડતા કાર્યબોજ સાથે તે એવી પરિસ્થિતિમાં ફસાઇ જાય છે જ્યાં તે પોતાના પિતાની સાથે રહી શકતો નથી કે પોતાની આશાઓમાંથી ખરો ઉતરતો નથી. પરંતુ જ્યારે તે રુહી સિંઘ દ્વારા ભજવવામાં આવેલા પાત્ર બુલબુલને મળે છે ત્યારે તે માને છે કે તેની જિંદગી વધુ સારુ બનવા જઇ રહી છે – જોકે તે તેની રનઅવે લુગાઇને કારણે તેનું જીવન બદતર બની જાય છે તેની પ્રતીતી કરે છે. ત્યાર બાદ ગૂમ થયેલી બુલબુલને શોધવાની પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે અને પોલીસ, મીડિયા અને રાજકારણીઓની ક્યારે સમાપ્ત ન થતી તેણી શા માટે ગૂમ થઇ તેવી અટકળોથી લઇને અનેક પ્રકારના કારણો આ સાહસમાં ભાગ ભજવે છે.

આ વિશે વાત કરતા નવીન કસ્તુરીયાએ જણાવ્યુ હતુ કે, ‘મે રજનીના પાત્રને ભારે મનગમતુ હોવાનુ અનુભવ્યુ છે, પ્રથમ દ્રષ્ટિએ તે પ્રેમમાં નિષ્ફળ થનાર વ્યક્તિ તરીકે ઉભરી આવે છે જે પોતાના લગ્ન અને બુલબુલ પ્રત્યેના રટણ અંગે સતત ઉત્સાહમાં હોય છે અને તે બાબત સમગ્ર સ્ટોરીમાં દેખાય છે. દરેકના જીવનમાં એક એવો તબક્કો આવે છે જ્યારે તમે એટલા પ્રેમમાં ડૂબી ગયા હોવ છો કે તમે કોઇ વસ્તુ વિચારી શકતા નથી. હું અંગતપણે માનુ છું કે તમારા મિજાજને બદલવા અને તમારી લઢણમાંથી બહાર નીકળવાની પ્રવૃત્તિ અંતે વધુ સારામાં પ્રસ્થાપિત થાય છે. મારા પાત્ર રજનીના કિસ્સામાં તેની રનઅવે લુગાઇને શોધવાની સફર તેને તમામ બંધનો તોડી નાખવા સક્ષમ બનાવે છે અને અગાઉ કરતા પણ વધુ શક્તિશાળી રીતે ઉભરી આવે છે.’

રુહી સિંઘે એમ કહેતા વધુમાં ઉમેર્યુ હતુ કે, ‘બુલબુલનું પાત્ર ભજવવાનું ફક્ત એ કારણોસર આકર્ષક રહ્યુ છે કે હું બુલબુલનું પાત્ર ભજવતા માનુ છું કે વર્ષો જૂની પરંપરાઓનું ખંડન કરુ છુ. તેણી નિઃશંકાપણે અતિરેકથી ભરપૂર હોય છે, પરંતુ હુ માનુ છું કે તેણી એવી મુક્ત મનની અને એક સ્વતંત્ર મહિલાનો નિર્દેશ કરે છે જે પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા સામે લડત આપે છે અને કોઇને પણ ચાહે તે પિતા કે પતિ પણ કેમ ન હોય. તેમને પોતાના જીવનનું શાસન આપવાનો ઇનકર કરે છે. તેણી અનેક પાત્રોમાંનું એક પાત્ર છે જેની સાથે તમે ખરેખર પ્રેમમાં પડી શકો છો અથવા તિરસ્કાર કરી શકો છો પરંતુ તેને અવગણી શકાતા નથી. મારે આ પાત્ર વિશ્વસનીયતા અને સંપૂર્ણ પ્રામાણિકતા સાથે ભજવવું હતું અને મે ખરેખર તેવું કરવાનો પ્રયાસ કર્યો છે. તેણી એક સ્વપ્નદ્રષ્ટા અને લડવૈયો છે, જે પોતાની સ્વતંત્રતા માટે લડે છે અને હળવી રીતે સમાજની જૂની પ્રણાલિ સામે લડે છે. તેથી આ ડ્રામેડી ભૂલોની રમૂજ જેવી છે જોકે તેમાં એક સંદેશ પણ છે.’ 10 એપિસોડની આ MX ઓરિજીનલ સિરીઝ 18મેથી ફક્તMX પ્લેયર પર 18 મેથી વિના મૂલ્યે સ્ટ્રીમ કરી શકાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here