Tuesday, December 7, 2021
Homeઅમદાવાદ : વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કારે રીક્ષાને મારી ટક્કર, 2 ઇજાગ્રસ્ત
Array

અમદાવાદ : વિદેશી દારૂ ભરેલ સ્વિફ્ટ કારે રીક્ષાને મારી ટક્કર, 2 ઇજાગ્રસ્ત

અકસ્માત બાદ કારમાંથી બિયર અને વિદેશી દારૂની બોટલ મળી, કાર ચાલાક ફરાર.

 

 

શહેરના વિજય ચાર રસ્તા નજીક અકસ્માત બાદ કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. આજે સવાર બેફામ કારે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે ગાડીનો ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો. લોકોએ ગાડી ચેક કરતાં અંદર દારૂનો જથ્થો ભરેલો હતો.

 

 

ગુજરાત યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ગાડી ચાલે તેમ ન હોવાથી ક્રેનની મદદથી ગાડી ખેંચીને પોલીસ સ્ટેશન લવાઈ હતી. કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો અને રીક્ષાનો આગળનો ભાગને મોટું નુકસાન થયું હતું. હાલ પોલીસે અકસ્માતનો ગુનો અને પ્રોહિબિશનનો ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે.

 

 

ઘટનાની વિગત મુજબ, આજે વહેલી સવારે 6:15એ રીક્ષાને કારે અડફેટે લેતા ફંગોળાઈને ટ્રાફિક બૂથને ટકરાઈને ઘસડાઈ હતી. અકસ્માત બાદનો ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હતો. રીક્ષામાં સવાર બે વ્યક્તિઓ રતનભાઈ અને ઉમાશંકર શર્મા નામના બે વ્યક્તિઓને ઈજાઓ થતાં સોલા સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે કારનો ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો.  GJ01BR2742 નંબરની મારૂતિ સ્વીફ્ટ કારમાંથી વિદેશી દારૂ અને બીયરના ટીન ભરેલા બોક્સ મળ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments