- Advertisement -
આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિનની છે. અહીં 4 માર્ચના રોજ પોલીસ અધિકારી ગાર્ડિનિયર અને ઓસ્ટરગાર્ડને 911 પર એક કોલ આવ્યો હતો. કોલ પર અવાજ એક ચાર વર્ષના બાળકનો હતો.
બાળકો તો બાળકો જ હોય છે. તેમને દરેક વસ્તુ મજાક જ લાગે છે. પછી ભલે તે ગમે તેટલી સીરિયસ કેમ ન હોય. તેમને તો પોતાની જ સમસ્યા મોટી લાગે છે. જેના માટે તેઓ કંઈ પણ કરવા તૈયાર થઈ જતાં હોય છે. કંઈક આવું જ એક નાના બાળકે કર્યું છે, જેને પોતાની મમ્મીની હરકત પસંદ ન આવી તો તેણે જેલમાં મોકલવાની તૈયારી કરી નાખી. સોશિયલ મીડિયા પર આ ઘટના હાલમાં ખૂબ જ ચર્ચામાં છે.
બાળકોનું બાળપણ જો મા-બાપ માટે મુસીબત બની જાય તો સ્થિતિ ખૂબ જ ભયંકર લાગે. આવું જ કંઈક અમેરિકામાં એક 4 વર્ષના બાળકે માતાની ફરિયાદ કરતા પોલીસને ફોન કરી દીધો. ઈમરજન્સી નંબર પર ફોન કરીને બાળકે જે કહ્યું તે સાંભળીને પોલીસ પણ દોડતી દોડતી આવી ગઈ.
સીએનએનના રિપોર્ટ અનુસાર, આ ઘટના અમેરિકાના વિસ્કોન્સિનની છે. અહીં 4 માર્ચના રોજ પોલીસ અધિકારી ગાર્ડિનિયર અને ઓસ્ટરગાર્ડને 911 પર એક કોલ આવ્યો હતો. કોલ પર અવાજ એક ચાર વર્ષના બાળકનો હતો. તેણે ગુસ્સામાં કહ્યું કે, “મારી ખરાબ હરકતો કરી રહી છે. તેને જેલમાં મોકલી દો.” પોલીસે ફોનનું લોકેશન ટ્રેસ કર્યું અને બાળકના ઘર સુધી પોલીસ પહોંચી ગઈ. ત્યાં જઈને તેમણે જોયું તો, એકદમ અલગ જ નજારો હતો.