Tuesday, September 21, 2021
Homeઅણદાપુર ગામની ૨૪ વર્ષિય સગર્ભા પરણિતા અને ૪ વર્ષિય પુત્રના મોતનું રહસ્ય...
Array

અણદાપુર ગામની ૨૪ વર્ષિય સગર્ભા પરણિતા અને ૪ વર્ષિય પુત્રના મોતનું રહસ્ય ઘેરાયું

અણદાપુર ગામની ૨૪ વર્ષિય સગર્ભા પરણિતા તેના ૪ વર્ષિય પુત્ર સાથે ઝાડે ગળે ફાંસો ખાદ્યેલ હાલતમાં મળી આવતાં જ આ પ્રકરણે ચકચાર મચાવી છે. કોઈ અગમ્ય કારણોસર આ મહિલા પુત્ર ઝાડે મૃત હાલતમાં લટકતી સ્થિતિમાં મળી આવતાં તરહ તરહની ચર્ચાઓ ઉઠી છે, પંરતુ હજુ આ રહસ્યમઈ મોતની કોઈ કડી પોલીસને નહી મળતાં આ મોતને લઈ રહસ્ય ઘેરાયું હતું.

માલપુર તાલુકાના અણદાપુર ગામના એક પરીવારની પરણિતા ગત ગુરૂવારે તેના ઘરેથી પીયર સુવરચાર જવા નીકળી હતી. આ પરણિતા વિભાબેન ઉર્ફે નાનીબેન ને તેના ૪ વર્ષના પુત્રને પણ જોડે લઈ જવા નીકળી હતી. આ સમયે તેમના પતિ મહેન્દ્રભાઈ પરમાર તેમની સાસરી સુવરચાર ગામે કોઈ કામ સારૂ ગયા હતા. પોતાની બહેન ઘરે આવી રહી હોવાથી ભાઈ લાલાભાઈ અને તેમના ઘરે આવેલા તેમના બનેવી મહેન્દ્રભાઈ પણ વિભુબેનની રાહ જોઈ રહયા હતા. પરંતુ ગુરૂવારે ૪ વાગયા સુધી અણદાપુર ગામે નહી આવેલ આ બહેન અને ભાણીયાની શોધખોળ કરાઈ હતી. પરંતુ છેવટે શુક્રવારે સવારે સુરજપુરા ગામની સીમમાં આવેલા એક વૃક્ષ ઉપર થી લટકતી હાલતમાં વિભુબેન અને તેમના પુત્રનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી છે. આ ચકચારી કેસમાં પોલીસ દ્વારા એફએસએલ રીપોર્ટના આધારે તપાસ હાથ ધરાઈ છે. પરંતુ હજુ આ કેસમાં કોઈ મહત્વ ની કડી નહી મળતાં મોતને લઈ રહસ્ય ઘેરાયું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments