- Advertisement -
ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં આગામ 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી જારી કરવામાં આવી છે.અરવલ્લી જીલ્લામાં કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા પછી ધીમી ગતિએ પવન સાથે વાદળો વિખેરાઈ જતા વરસાદે વધુ એક વખત હાથતાળી આપતા લોકો અસહ્ય ગરમી અને બફારા થી તોબા પોકારી ઉઠ્યા હતા ધનસુરામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવતા એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
ધનસુરા પંથકમાં બપોરે વીજળીના ચમકારા વચ્ચે ધોધમાર વરસાદ ખાબકતા એક કલાકમાં ૧.૫ ઇંચ વરસાદ થી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી ધનસુરાનને જોડાતા વિવિધ હાઈવે જેવાકે અમદાવાદ,બાયડ અને મોડાસા શહેરના માર્ગો પર ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોને પારાવાર મુશ્કેલી પડી હતી ધોધમાર વરસાદથી વાતાવરણમાં સહિત લહેર પ્રસરી હતી.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી