ફેઝલ ખાનને પગમાં ઇજા થતાં સર્જરી કરાવી પડી, ‘નચ બલિયે 9’ને અલવિદા કહેવું પડ્યું

0
0

બોલિવૂડ ડેસ્ક: ફેઝલ ખાન ‘નચ બલિયે 9’માં તેની પાર્ટનર મુસ્કાન કટારિયા સાથે સામેલ થયો હતો. પરંતુ હવે તેને આ શોને અલવિદા કહેવું પડ્યું છે. ‘ચંદ્રગુપ્ત મૌર્ય’ના શૂટિંગ દરમ્યાન તે ઘોડા પરથી પડી ગયો અને તેના પગમાં ઇજા થઈ. તેણે જમણા પગમાં સર્જરી કરાવી પડી છે. હવે તેને ડોકટરે આવતાં બે અઠવાડિયાં સુધી સંપૂર્ણપણે આરામ કરવાનું કહ્યું છે. ઉપરાંત છથી આઠ અઠવાડિયાં સુધી તેને ડાન્સ ન કરવા માટે સલાહ આપવામાં આવી છે.

ફેઝલે ઇન્સ્ટાગ્રામ પર તેની સર્જરીની અને ‘નચ બલિયે’ને છોડવાની વાત એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને કરી હતી. તેણે લખ્યું કે, ‘અમુકવાર તમારા નસીબ તમારી ઈચ્છાઓ વિરુદ્ધ કામ કરે છે અને દુર્ભાગ્યવશ તમે તેને કન્ટ્રોલ કરી શકતા નથી. નચ બલિયેથી હું ફરીવાર સ્ટેજ પર પરત આવ્યો હતો, ડાન્સથી મને સૌથી વધુ ખુશી મળે છે. પરંતુ આ વખતે એક બાળક તરીકે નહીં એક એડલ્ટ તરીકે આવ્યો હતો. અત્યારસુધીની જર્ની ઘણી સારી રહી હતી અમે એક પછી એક શાનદાર પર્ફોર્મન્સ આપી રહ્યાં હતાં. પરંતુ બધું ઊલટું થઇ ગયું. છેલ્લા ત્રણ દિવસે મારી લાઈફ ચેન્જ કરી નાખી છે.’

ણે પોતાનું દુઃખ જણાવતાં લખ્યું કે, ‘ફ્રેકચરનું દર્દ અસહ્ય છે. થોડાં અઠવાડિયાં સુધી મારે બેડ રેસ્ટ કરવાનો છે અને થોડા મહિનાઓ સુધી ડાન્સ પણ નહીં. મને પૂછો ડાન્સ શું એડિક્શન છે, સ્ટેજનું શું એડિક્શન છે. મારી લાઈફના આવતા બે મહિના સાવ અધૂરા રહેવાના છે કારણકે હું ડાન્સ નથી કરી શકવાનો. અમને તમારી પ્રાર્થનામાં રાખજો.’

20 વર્ષીય ફેઝલ તેની ગર્લફ્રેન્ડ મુસ્કાન સાથે આ શોમાં સામેલ થયો હતો. આ શોને સલમાન ખાન પ્રોડ્યૂસ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here