Tuesday, September 28, 2021
Homeનડાલ અને યોકોવિચ કબૂલ્યુ કે, ખાલી સ્ટેન્ડની વચ્ચે પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમવાની ખાસ...
Array

નડાલ અને યોકોવિચ કબૂલ્યુ કે, ખાલી સ્ટેન્ડની વચ્ચે પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમવાની ખાસ મજા નથી આવતી

ટેનિસમાં હવે ખાલી સ્ટેન્ડ્સની વચ્ચે મેચ રમાડવી તે જાણે નવી વાસ્તવિકતા બની ગઈ છે. નડાલ અને યોકોવિચ જેવા ખેલાડીઓએ પણ કબૂલ્યુ છે કે ખાલી સ્ટેન્ડની વચ્ચે પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમવાની ખાસ મજા આવતી નથી. તેના લીધે રમતમાં જે તીવ્રતા આવવી જોઈએ તે આવતી નથી. ટુર્નામન્ટ્સના આયોજકોએ ખેલાડીઓ અને તેમના સપોર્ટ સ્ટાફ માટે બાયોસિક્યોર બબલ રચ્યું હોવાથી પ્રોફેશનલ સર્કિટ છેલ્લા કેટલાક મહિનાથી બંધ છે અને પ્રેક્ષકો સ્ટેડિયમથી દૂર છે.

ઓસ્ટ્રેલિયામાં ફેબુ્રઆરીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયન ઓપન ગણતરીના પ્રેક્ષકોની હાજરીમાં રમાઈ હતી. મોન્ટે કાર્લો માસ્ટર્સમાં આર્જેન્ટિનાના ડેલ્બોનિસ સામે ૬-૧,૬-૨થી વિજય મેળવતા નડાલે પોતે પણ સ્વીકાર્યુ હતું કે પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમતમાં જોઈએ તેવી જબરજસ્ત તીવ્રતા કે એડ્રિનાઇલ રશ આવતો નથી. ૨૦ વખતના ગ્રાન્ડસ્લામ ચેમ્પિયને પત્રકારોને જણાવ્યું હતું કે અમારે હજી પણ થોડો સમય આ પ્રકારની પરિસ્થિતિમાં ચલાવવું પડશે.

પ્રેક્ષકોની હાજરી તમને જુસ્સો વધારવામાં મદદ કરે છે. તમારો ઉત્સાહ વધારે છે. તમ તેમને દર્શાવવા માંગો છો કે તમે સારા શેપમાં છો. હું વ્યક્તિગત રીતે પ્રેક્ષકોને ઘણા મિસ કરુ છું. હું ખોટું નહી કહુ, લોકોની સમક્ષ રમવાનો આનંદ છે તે અનેરો છે.

એટીપી માસ્ટર્સ ઇવેન્ટ ૧૦૦૦માં ઇટાલિના જેનિક સિનરને હરાવનારા વિશ્વના પ્રથમ ક્રમાંકિત યોકોવિચે પણ આ જ વાત કરતાં જણાવ્યું હતું કે તે પ્રેક્ષકો દ્વારા રચવામાં આવતી ઊર્જાની ગેરહાજરી અનુભવી શકે છે. મારી ઇચ્છા લોકો સ્ટેન્ડમાં પરત આવે તેવી છે. લોકો જબરજસ્ત ઊર્જા આપે છે. વાસ્તવમાં લોકોનું સમર્થન રમતને નવા સ્તરે લઈ જવામાં પ્રેરિત કરે છે. જો કે પ્રેક્ષકોના અવાજની ગેરહાજરીમાં તે રમત પર વધારે ધ્યાન આપી શકે છે. આના લીધે કદાચ ધ્યાન ભંગ થતું નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments