Friday, September 17, 2021
Homeનડિયાદ : ખેડા જિલ્લામાં 24 કલાકમાં મારામારીના 2 બનાવ
Array

નડિયાદ : ખેડા જિલ્લામાં 24 કલાકમાં મારામારીના 2 બનાવ

ખેડા જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં બે અલગ અલગ જગ્યાઓ પર મારામારીના બનાવો બન્યા હતા. ખેડા તાલુકાના રઢુ ગામમાં મશ્કરી કરવા અંગે અને ગળતેશ્વર તાલુકાના સાંગોલમાં લઘુશંકા કરવા બાબતે ઝઘડો થયો હતો.

ખેડા તાલુકાના રઢુ ગુજરાતી શાળા સામે રહેતા સંજયભાઇ ચૌહાણના ભાઇની પત્ની ધર્મિષ્ઠાબેન તથા તેમની બહેન ગૌરીવ્રતની પૂજા કરવા જતા હતા. તે સમયે નયનાબેને ધર્મિષ્ઠાબહેનને ટોણા મારી હેરાન કરતા હતા. જેથી તેઓએ ઘરે આવી સંજયભાઇને વાત કરી હતી. જેથી સંજયભાઇ નયનાબહેનને ઠપકો આપવા ગયા હતા. તે સમયે અજીતભાઇએ હાથમાં લાકડી અને મહેશભાઇએ પાઇપનો ટુકડો લઇ આવી ગણપતભાઇને ગમે તેમ બોલવા લાગ્યા હતા. અને કહેલ કે મારી બહેનને તારો ભાઇ કેમ ઠપકો આપવા આવે છે તેમ કહી મારવા લાગ્યા હતા. જેથી સંજયભાઇ અને તેમના દાદી નાનીબેન,અંજુબેન છોડાવવા ગયા હતા. તે સમયે સંજયભાઇ અને અન્ય વ્યક્તિઓને મારમારી શરીરે ઇજાઓ કરી હતી. વળી એટલાથી ન અટકતા બંને વ્યક્તિઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે સંજયભાઇ ભૂપતભાઇ ચૌહાણે ખેડા ટાઉન પોલીસ મથકે અજીતભાઇ નટુભાઇ પગી અને મહેશભાઇ ઘનશ્યામભાઇ પગી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

ગળતેશ્વર તાલુકાના સાંગોલ સીમ વિસ્તારમાં રહેતા અજયભાઇ પરમારના ઘરે તેમના મામાની દિકરી આવી હતી. તે સમયે ચંદુભાઇ પરમાર તેમના વાડામાં લધુશંકા કરતા હતા. જેથી અજયભાઇએ તેમને લધુશંકા કરવાની ના પાડતા તેઓ ગંદી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઇ ગયા હતા. વળી ચંદુભાઇ નજીકમાંથી ધારીયાનુ પુઠુ લઇ અજયભાઇને માથામાં મારી દીધુ હતુ. વળી પંકજભાઇ અને મહેન્દ્રભાઇએ અજયભાઇને ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે અજયભાઇ મકાભાઇ પરમારે સેવાલિયા પોલીસ મથકે ચંદુભાઇ મડાભાઇ પરમાર, પંકજભાઇ ચંદુભાઇ પરમાર અને મહેન્દ્રભાઇ ચંદુભાઇ પરમાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ખેડા અને સેવાલિયા પોલીસે ગુનાઓ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments