Wednesday, January 19, 2022
Homeગુજરાતનડિયાદ : સ્વામિનારાયણ મહામંત્રનો 220મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

નડિયાદ : સ્વામિનારાયણ મહામંત્રનો 220મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો

ખેડા જિલ્લાના વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં 220માં સ્વામિનારાયણ મહામંત્રનો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે સવારે 7 કલાકથી સાંજના 7 સુધી અખંડધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે સ્વામિનારાયણ મહામંત્રનો આરંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નૌતમપ્રકાશદાસજી, બ્રહ્મસ્વરૂપ સ્વામી, ભાઈ સ્વામી, ગોવિંદ સ્વામી, મુનીવલ્લભ સ્વામી અને વલ્લભ સ્વામી વગેરે સંતોનાં હસ્તે ઠાકોરજીનું પૂજન પણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ ષડક્ષરી મહામંત્ર અને મંત્રપોથીનું પૂજન કરવામાં આવ્યું હતું. સંતોનાં હસ્તે મહામંત્રનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ઠાકોરજી, મહામંત્ર અને મંત્રપોથીની આરતી ઉતારવામાં આવી હતી. નૌતમ સ્વામીએ મહામંત્ર પ્રાગટ્યનો ઈતિહાસ વર્ણવ્યો હતો.

વડતાલ સ્વા.મંદિરમાં 18 નવેમ્બર 2015થી ઓનલાઈન સ્વામિનારાયણ મહામંત્ર લખવાનો પ્રારંભ થયો હતો. આજદિન સુધીમાં 3095 હરિભક્તો દ્વારા કુલ 3,23,68,137 (ત્રણ કરોડ તેવીસ લાખ અડસઠ હજાર એક સો સાડત્રીસ ) મંત્ર લેખન થયાં છે. જ્યારે મંત્રપોથી દ્વારા વર્ષ 2006થી 2021 દરમ્યાન 30,796 મંત્રપોથીમાં કુલ 37,42, 20, 000 (સાડત્રીસ કરોડ બેતાલીસ લાખ વીસ હજાર) મંત્રોનું લેખન થયું છે. આ ઉપરાંત વડતાલ સ્વા.મંદિરમાં 7 ઓક્ટોમ્બર 2006થી અખંડધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેને 15 વર્ષ 2 મહિના અને 23 દિવસ થયા છે. (અખંડધૂનનાં 1, 33, 512 કલાકથી અખંડધૂન ચાલી રહી છે.)

સ્વામિનારાયણ મહામંત્રનો કેટલો મોટો પ્રભાવ છે તે વર્ણવતા પ્રેમાનંદ સ્વામી કહે છે કે, આ મંત્રનો જાપ કરવાથી તથા જેનું શ્રવણ કરવાથી આધિ-વ્યાધિ અને ઉપાધિ ટળી જાય છે અને ભવોભવનાં બંધનો તુટી જાય છે અને સુખનો અનુભવ થાય છે. સ્વામિનારાયણ મહામંત્રની ઉપાસનાથી અનેક જીવોનાં કલ્યાણ થયા છે, ઉધ્ધાર થયો છે. સહજાનંદ સ્વામીએ ફરેણી ગામમાં 220 વર્ષ પહેલા માગશર વદી એકાદશીનાં દિવસે સ્વામિનારાયણ મહામંત્રની રચના કરી હતી અને સ્વામિનારાયણ મંત્ર સર્વજીવોનાં હિતાર્થે આપ્યો હતો.

ગુરૂવાર એકાદશીનાં શુદિને હજારો હરિભક્તો દ્વારા મહામંત્રનો અભિષેક કરી ધન્યતાં અનુભવી હતી. સમગ્ર ઉત્સવનું આયોજન ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી તથા મુખ્ય કોઠારી ર્ડા.સંત સ્વામી દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર વ્યવસ્થા શ્યામવલ્લભ સ્વામીએ સંભાળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular