Saturday, September 18, 2021
Homeગુજરાતનડિયાદ : પ્રેમ લગ્ન કરેલ યુવતીને તેના સાસરીયાઓ ત્રાસ આપતાં આ પગલું...

નડિયાદ : પ્રેમ લગ્ન કરેલ યુવતીને તેના સાસરીયાઓ ત્રાસ આપતાં આ પગલું ભરવું ભારે પડ્યું…

દહેજના ભુખ્યા સાસરીયાઓએ લગ્ન કરેલ યુવક-યુવતીની જીદીંગી બરબાદ કરી દીધી છે. લગ્ન સંબંધને સરમાવે તેમ આ દહેજ પ્રથા સમાજમાં દુષણ રૂપ ફુલી ફાલી છે. નડિયાદમાં માતા-પિતાના વિરુદ્ધ જઈ પ્રેમ લગ્ન કરેલ યુવતીને તેના સાસરીયાઓ ત્રાસ આપતાં આ પગલું ભરવું ભારે પડ્યું છે. દહેજ બાબતે પરિણીતા સાથે મારઝૂડ કરી તેણીને પોતાની 5 વર્ષની દીકરી સાથે સાસરીયાઓએ ઘરની બહાર તગેડી મૂકી હતી. આથી પરિણીતાએ મહિલા પોલીસ મથકે પોતાના પતિ, સાસુ અને નણદોઈ સામે ફરિયાદ નોંધાવી છે.

નડિયાદ શહેરમાં રહેતી એક 29 વર્ષિય યુવતીના પ્રેમ લગ્ન શહેરમાં રહેતા યુવક સાથે વર્ષ 2010માં થયા હતા. બન્નેને આંખો મળી જતાં પ્રેમ સંબંધ રચાયો અને લગ્નમાં પરીણમ્યો હતો. યુવતીએ પોતાના માતા-પિતાની વિરુદ્ધમાં જઈ આ યુવક સાથે રાજીખુશીથી લગ્ન કરેલા હતા. પરંતુ તેણીને ક્યાં ખબર હતી કે આવનાર વર્ષોમાં આ પ્રેમ લગ્નની ભુલ ભારે પડશે.

લગ્નના થોડા મહિનાઓ બાદ તેણીના માતા-પિતા બોલાવવા લાગતાં યુવતી પોતાના ઘરે આવતી જતી થઈ હતી. શરૂઆતના બે-ત્રણ વર્ષ પરિણીતાને તેના સાસરીયાઓએ સારી રીતે રાખ્યું હતું. ઘર સંસાર સારો ચાલતાં પરિણીતાને સારા દિવસો રહ્યા હતા. પરંતુ સાસરી પક્ષે યોગ્ય દવા ન કરાવતાં યુવતીને 7માં માસે મીસકેરેજ થઈ ગયું હતું.

ત્યારબાદ પરિણીતાને તેના સાસુ મહેણાં ટોણાં મારતાં હતા. તેમજ વધારે દહેજ આપે તેવા યુવક માટે માગા પણ આવતાં હોવાનું પીડિતાને જણાવ્યું હતું. તેમ છતાં પણ પરીણિતા આ તમામ બાબતો મન પર લેતી નહોતી. આ ઉપરાંત સસરાને દેવુ થઈ જતાં સાસુએ પુત્રવધુના દાગીના વેચી દઈ દેવાની ભરપાઈ કરી હતી. જે પછી પણ વધારે દહેજ માટે પીડીતા પાસે રૂપિયા 5 લાખની માંગણી કરાઈ હતી.

આ દરમિયાન ફરીથી યુવતીને સારા દિવસો આવતાં તેણીએ એક દિકરીને જન્મ આપ્યો હતો. જે હાલ 5 વર્ષની છે. આ સમયગાળા દરમિયાન પતિને અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ હોવાથી બન્ને વચ્ચે આ બાબતને લઈને અનેકવાર તકરાર થતી હતી. પતિએ પરદેશ જવાની વાત કરતાં પત્નીએ ના પાડી દીધી હતી. તેમ છતાં પતિ એક સપ્તાહ માટે બેંગકોક જઈ આવ્યો હતો.

પરદેશમાં જઈ આવેલા પતિએ લગ્નનોત્તર સંબંધને લજવાવે તેમ પોતાની પત્નીને પણ અન્ય પુરૂષ સાથે સંબંધ રાખવા જણાવ્યું હતું. જેથી પરિણીતાએ ના પાડતા તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવતો હતો. આ ઉપરાંત મારઝૂડ કરી તેણીને પોતાની 5 વર્ષની દીકરી સાથે સાસરીમાંથી તગેડી મૂકવામાં આવી હતી. જે બાદ પિયરનો સથવારો હોવાથી પીડીતા પોતાની દીકરી સાથે પોતાના માતા-પિતાના ઘરે આવી પહોંચી ત્યાં રહેતી હતી.

પીડિતા પોતાના સાસરિયાના લોકો સાથે વાત કરવાની અનેક વાર કોશીશ કરી પરંતુ તે લોકો વાત કરવા માંગતા નહોતા. 5 વર્ષની દિકરીના ભવિષ્ય માટે પીડિતા ગત 1 મે 2020ના રોજ પુનઃ સાસરીમાં ગઈ હતી. પરંતુ આ સમયે તેણીના સાસરીયાઓએ કહ્યું કે, અમારે તને પુત્રવધુ તરીકે નહી સ્વીકારવી તુ ચાલી જા અહીંયાથી. પીડિતા સાસરીમાં હતી ત્યારે ગત રક્ષાબંધનના દિવસે તેણીના નણદોઈ આવેલા અને પીડિતાને જણાવ્યું હતું કે, તમારે જીવતા રહેવું હોય તો તમે કરેલા કેસો પાછા ખેંચી લો તેમ કહી ભોગ બનનારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત ગયા જુન માસથી પરિણીતાના પતિ ઘરમાં કઈ લાવી આપતા નહોતા. તેથી પરિણીતા પોતાના પિયરમાં જ જમવા જતી હતી. પતિને અન્ય વ્યસનો હોવાથી નહી સુધરતા ઉપરાંત 5 વર્ષની દીકરીની પણ દેખભાળ નહી રાખતાં અંતે કંટાળેલી પરિણીતાએ નડિયાદ મહિલા પોલીસ મથકે અરજી આપી હતી.

આ બાદ પણ બન્ને પક્ષે સમાધાન નહી થતાં પોલીસે પીડિતાની ફરિયાદના આધારે તેના પતિ, સાસુ અને નણદોઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે આઈપીસી 498(A), 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments