Friday, March 29, 2024
Homeનડિયાદ : ગુજરાતનો વધુ એક ક્રિકેટર રીપલ પટેલ IPLમાં રમશે, મીડલ ઓર્ડર...
Array

નડિયાદ : ગુજરાતનો વધુ એક ક્રિકેટર રીપલ પટેલ IPLમાં રમશે, મીડલ ઓર્ડર અને પેસ બોલર તરીકે દિલ્હી ટીમમાં સ્થાન

- Advertisement -
  • સામાન્ય ડ્રાઇવરના પુત્રની પસંદગી થતાં પરિવાર ખુશ

ચેન્નાઇ ખાતે યોજાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મિની ઓક્શનમાં ચાર ગુજરાતી ક્રિકેટની પસંદગી થઇ હતી. જેમાં નડિયાદના રીપલ પટેલનો પણ સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સ ટીમે 20 લાખની બેઝ પ્રાઇઝ પર રીપલને ખરીદતાં પરિવારમાં હર્ષની લાગણી જન્મી હતી. નડિયાદના પીપલગ રોડ પર રહેતા રીપલ પટેલના પિતા વિનુભાઈ પટેલ ડ્રાઇવીંગ કરે છે, જ્યારે માતા રંજનબહેન ઘરકામ કરે છે. રીપલ પટેલે પાંચેક વર્ષ પહેલા જ ખેડા ક્રિકેટ એસો. તરફથી જિલ્લાની ટીમમાં રમવાનું શરૂ કર્યું હતું. જેમાંથી 2018માં ડી.વાય. પાટીલ ટી20માં ઓલ ઇન્ડિયા લેવલની ટૂર્નામેન્ટમાં સિલેકશન થયું હતું.

ખુશખુશાલ માતા - પિતાએ વિડીયો કોલ દ્વારા પુત્ર સાથે વાત કરી આશીર્વાદ પાઠવ્યાં હતાં.
ખુશખુશાલ માતા – પિતાએ વિડીયો કોલ દ્વારા પુત્ર સાથે વાત કરી આશીર્વાદ પાઠવ્યાં હતાં.

બાદમાં ગુજરાતમાં સૈયદ મુસ્તાકઅલી ટી20માં પણ ગુજરાતની ટીમમાંથી ભાગ લીધો હતો.આ ઉપરાંત વિજય હજારે ટુર્નામેન્ટમાં પણ તે સારો દેખાવ કરતાં આઈપીએલ ઓકશન સુધી નામ પહોંચ્યું હતું. જોકે, ગયા વખતે તેનો ચાન્સ લાગ્યો નહતો. આમ છતાં રીપલે હિંમત હારી નહતી અને ફરી સૈયદ મુસ્તાકઅલી ટી20 ફોર્મેન્ટમાં પસંદગી પામી ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. આ ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયામાં ટોપ -10માં તેની સ્ટ્રાઇક રેટ જોવા મળી હતી. ચોથા કે પાંચમા ક્રમે આવી બેટીંગ કરવા ઉપરાંત મીડીયમ પેસર બોલર પણ છે. રીપલે ડીવાય પાટીલની મેચમાં એક દિવસમાં 24 છક્કા મારી પસંદગીકારોનું ધ્યાન દોર્યું હતું. આ અંગે રીપલ પટેલે જણાવ્યું હતું કે, તેનો આદર્શ મહેન્દ્રસિંગ ધોની છે. ગયા વરસે ટી20માં ટુર્નામેન્ટમાં છ ઇનીંગમાં ચાર વખત બેટીંગ કર્યું હતું. જેમાં બેમાં નોટ આઉટ રહી તમામમાં હાફ સેન્ચુરી મારી હતી.

કોરોનાકાળમાં દરરોજ 8 કલાક પ્રેક્ટીસ કરી
રીપલ પટેલે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના પગલે લોકડાઉન લાદવામાં આવ્યું હતું. આ દિવસો દરમિયાન પણ પીપલગ ચોકડી એકેડેમીમાં દરરોજ આઠ – આઠ કલાક પ્રેક્ટીસ કરી હતી. મારી સાથે નડિયાદના જ ક્રિકેટર અક્ષર પટેલ પણ હતાં.

બરોડામાં છ બોલમાં 30 રન કર્યાં હતાં
સૈયદ મુસ્તાકઅલી ટુર્નામેન્ટ અંતર્ગત ગયા મહિને બરોડા ખાતે છત્તીસગઢ સામે ગુજરાતની મેચ રમાઇ હતી. જેમાં રીપલ પટેલે છ બોલમાં 30 રન ફટકાર્યાં હતાં. જેને કારણે પસંદગીકારોની પણ નજરમાં આવ્યાં હતાં. હાલ તેના કોચ અભય કુરૂવિલ્લા છે. જે આંતરરાષ્ટ્રીય ક્રિકેટર રહી ચુક્યા છે અને ભારતીય ટીમ તરફથી ફાસ્ટ બોલર હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular