નડિયાદ : કર્મચારીઓએ LICના કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણી સંતોષાય તેવી માંગ કરી

0
3

LIC કર્માચારીઓના પડતર પ્રશ્નો અંગે સરકાર તેમની માંગણી સાંભળે અને તેનો નિકાલ લાવે તે માટે સમગ્ર દેશમાં આજે LICના કર્માચારીઓ હડતાળ ઉપર ઉતર્યા છે. જેમાં નડિયાદ ડિવિઝનની 18 જેટલી બ્રાંચના કર્મચારીઓ પણ સામેલ થયા છે. નડિયાદમાં કર્મચારીઓએ LICના કેમ્પસમાં સૂત્રોચ્ચાર કરી પોતાની માંગણી સંતોષાય તેવી માંગ કરી છે.

નડિયાદમાં LIC કર્મચારીઓ સૂત્રોચ્ચાર કર્યા

નડિયાદમાં LIC કર્મચારીઓ સૂત્રોચ્ચાર કર્યા

LICના કર્મચારીઓ દ્વારા IPO તથા વિમા ક્ષેત્રમાં 74% FDI કરવાના નિર્ણય સામે વિરોધ કરવામાં આવ્યો છે. આજે કરેલી હડતાળમાં કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ હડતાળના પગલે આજે તમામ ક્લાસ- 1, ક્લાસ-2, ક્લાસ-3 અને ક્લાસ-4ના કર્મચારીઓ કામથી અળગા રહી વિરોધ દર્શાવ્યો છે. નડિયાદ ડિવિઝનની 18 જેટલી બ્રાંચના કર્મચારીઓ આ હડતાલમાં જોડાયા છે. ઓલ ઇન્ડિયા ઈન્સ્યોરન્સ એમ્પલોય એસોસિયેશને દ્વારા નડિયાદ અને આણંદ મુકામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here